ગુજરાત વિધાનસભાનું સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચોમાસું સત્ર : પાંચ દિવસનુ સત્ર તોફાની બની રહેશે

મોંઘવારી, તૌકતે વાવાઝોડા અપૂરતી સહાય અને કોરોનામા નિષ્ફળતાના મામલે ગૃહ માથે લેવા વિપક્ષ સજ્જ

અમદાવાદ :ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તહમાં મળે તેવી ધારણા છે,પાંચ દિવસનુ ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવા સ્પષ્ટ્ર સંકેતો સચિવાલય વર્તુળમાંથી મળી રહ્યા છે જેના ભાગપે ગઇકાલે વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક ગાંધીનગર ખાતે બોલાવી હતી સમગ્ર દિવસ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સચિવાલયમાં ફરી પોતાના વિસ્તારના કામોને લઈને મંત્રાલયમા ફરી વળ્યા હતાવિપક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલે બેઠકમાં હાજર થયા હતા જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
જેના પડઘા આગામી વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન પડશે તે વાત નિશ્ચિત છે. વિધાનસભાના પાંચ દિવસના ચોમાસા સત્ર દરમિયાન કેટલીક મહત્વની બાબતો પર વિપક્ષ સરકારને ઘેરા લેશે જેમાં કોરોનાની મહામારી દરમ્યાન સરકાર દ્રારા કરવામાં આવેલી નિષ્ફળ કામગીરી ઓકિસજનની અથવા તો તેમજ માનવ મૃત્યુને લઈને સરકાર પર તળી વરસાવશે. માછીમારોને આપવામાં આવેલું પેકેજ ખૂબ જ પૂરતું છે તેમજ શિક્ષણ અને બેરોજગારીના મામલે સરકારની આકરી ટીકાઓ કરશે.
આ સિવાય પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો અને વધતી મોંઘવારીની સાથે સામાન્ય લોકોનું જીવન દોજખ બની ગયું છે તે તમામ બાબતોને ઉજાગર કરવા આ પાંચ દિવસ દરમિયાન આશ્ચર્યજનક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્રારા પાંચ વર્ષની ઉજવણી કરવાના મામલે વિપક્ષ સરકારની નિષ્ફળતા ગણાવવા મેદાનમા આવશે. રાયમાં કોરોના ની બીજી લહેર વિદાય થવાને આરે છે ત્યારે ત્રીજા સત્રનું આહવાન આજે સાંજ સુધીમાં આપી દેવામાં આવે તેવી શકયતા છે તે પૂર્વે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે જેમાં ચોમાસા સત્ર દરમિયાન હાથ ધરવાના કામકાજને આખરી કરવામાં આવશે.આ સત્ર દરમિયાન સરકાર દ્રારા પાંચેક જેટલા વિધેયક લાવવાની સરકારે તૈયારી શ કરી દીધી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!