મોગરાવાડીના મોટાતળાવનાં યુવાનનું વલસાડની સુગર ફેકટરી પાસે અકસ્માતમાં મોત: વાહનચાલક ફરાર

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના સુગર ફેકટરી ઓવરબ્રિજના દક્ષિણ છેડે અમદાવાદથી મુંબઈ જતા માર્ગ પર બનેલી અકસ્માતની ઘટનામાં વલસાડના મોગરાવાડી મોટાતળાવ ખાતે રહેતો 35 વર્ષીય યુવક અમરચંદ તેના સાથી મિત્ર સાથે પોતાની મહેન્દ્ર કંપનીની સેન્ચ્યુરો બાઇક નંબર જીજે 15 બીઈ 4762 લઈ પારડી ખાતે પોતાના કામ અર્થે જઈ રહ્યો હતો. જે દરમિયાન વલસાડનો સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પસાર કર્યા બાદ કોઈ અજાણ્યા વાહનચાલકે બંને બાઈક સવાર મિત્રોને અડફેટે લેતા બંને મિત્રોને રોડ પર પટકાયા હતાં. જેના પગલે સ્થાનિકો તથા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 108 ની મદદથી ઇજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં બાઈકચાલક અમરચંદને પહોંચેલી ગુપ્ત ઇજાઓને પગલે સિવિલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વલસાડ રૂરલ પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!