મોદી છે ‘ગરીબોના મસીહા’ : ભાજપ ૩ સપ્તાહ કરશે પ્રચાર પીએમના જન્મદિવસ પ્રસંગે ભાજપે અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો : પીએમની રાજકીય સફર અને કામકાજનો કરાશે પ્રચાર : ૧૭ સપ્ટે.થી ૭ ઓકટોબર સુધી ચાલશે કાર્યક્રમો : ૧૪ કરોડ રાશન બેગથી લઇને નદીઓની સફાઇ થશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનૈતિક યાત્રા અને ઉપલબ્ધીઓના પ્રચાર માટે બીજેપી ત્રણ સપ્તાહનું મોટું અભિયાન ચલાવી રહી છે. ૧૪ કરોડ રાશનબેગથી માંડીને દેશભરના બુથોમાંથી ‘થેન્ક યુ મોદી જી’ વાળા ૫ કરોડ પોસ્ટકાર્ડ પણ તેમાં સામેલ થશે. ૭૧ એવા સ્થળોની ઓળખ કરવામાં આવી છે. જયાંનદીઓનીસફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત વિડીયો દ્વારા મોદી સરકારનાકામોનુંગુણગાન કરવામાં આવશે.૧૭ સપ્ટેમ્બર વડાપ્રધાનનો ૭૧ મો જન્મદિવસ છે. આ સાથે તેમના વહીવટી જીવનના ૨૦ વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. ૭ ઓકટોબર ૨૦૦૧ ના રોજ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ પછી, વડાપ્રધાન બન્યા સુધીની સફરનો વીડિયો બતાવવામાં આવશે. વડાપ્રધાન બન્યા બાદથી પીએમ મોદી ભાજપના તમામ સામાજિક અભિયાનનો મુખ્ય ચહેરો છે. આ વખતે પણ એ જ બતાવવામાં આવશે. કોરોનાની બીજી લહેર દરમિયાન કરવામાં આવેલા કામ માટે પ્રધાનમંત્રીને શ્રેય પણ આપવામાં આવશે.
પાર્ટી કાર્યકર્તાઓને ગાંધી જયંતી (૨ ઓકટોબર)થી દીન દયાળ ઉપાધ્યાય (૨૫ સપ્ટેમ્બર)ની જન્મજયંતિ સુધી કેટલાક સામાજિક કાર્યો કરવા માટે કહેવામાં આવ્યું છે. ગયા વર્ષે પાર્ટીએ ‘સેવા સપ્તાહ’નું આયોજન કર્યું હતું અને આ વખતે તેનું નામ બદલીને ‘સેવા અને સમર્પણ અભિયાન’ રાખવામાં આવ્યું છે. તેનો હેતુ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોરોનાની બીજી લહેર દરમિયાન ખલેલ પર માટી નાખીને સિદ્ઘિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. કોરોના રસીકરણના ડેટા દ્વારા મોદી સરકારના પ્રયાસોને પણ પ્રકાશિત કરવામાં આવશે.
તાજેતરની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણ સિંહે આ અભિયાનના મુખ્ય મુદ્દાઓ જણાવ્યા હતા. જેમ કે વડાપ્રધાન મોદીના ચિત્ર સાથે ૧૪ કરોડ રેશન બેગનું વિતરણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી કરીબ કલ્યાણ યોજના હેઠળ લોકોને ૫ કિલો રેશન બેગ આપવામાં આવશે. અત્યાર સુધી ભાજપ શાસિત રાજયોમાં કુલ ૨.૧૬ કરોડ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે. રોગચાળા દરમિયાન લાભાર્થીઓનો ‘થેન્ક યુ મોદી જી’ નો વિડીયો બતાવવામાં આવશે. ‘થેન્ક યુ મોદી જી’ સાથે ૫ કરોડ પોસ્ટકાર્ડ દેશભરના બૂથ લેવલથી મોકલવામાં આવશે.
વડાપ્રધાન મોદીનો ૭૧ મો જન્મદિવસ છે, તેથી ૭૧ સ્થળોએ નદીઓને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવશે. જેમને કોરોનાની રસી મળી છે, તેમનો વીડિયો પ્રસારિત કરવામાં આવશે. રાજય અને જિલ્લા કક્ષાએ આયોજીત મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને સેમિનારોની ઝલક બતાવવામાં આવશે તેમજ વડાપ્રધાન મોદીની રાજકીય યાત્રાનો વિડીયો પણ બહાર પાડવામાં આવશે.
પ્રખ્યાત લેખકો, પ્રાદેશિક ભાષા – ભાષાના લેખકો દ્વારા વડાપ્રધાન મોદીના વખાણ પણ આમાં સામેલ કરવામાં આવશે. કોરોનાને કારણે પીએમ કેર ફંડમાંથી અનાથ બનેલા બાળકોને મદદ કરવા માટે નોંધણી અભિયાન ચલાવવામાં આવશે.
વડાપ્રધાન મોદીને મળેલા સન્માનના પ્રતીકોની હરાજી અંગે લોકોને જાણ કરવામાં આવશે.
સભામાં સિંહે કહ્યું કે પીએમની તસવીર ધરાવતી બેગનું વિતરણ કરવાથી તેમની ‘ગરીબોના મસીહા તરીકેની છબી મજબૂત થશે.’ તેમણે કહ્યું, ‘કાર્યકરોએ વીડિયો કિલપ ફરતી કરવી જોઈએ. વડાપ્રધાને રસીકરણ માટે અને રાશન બેગ માટે પણ મહાન કામ કર્યું છે.’

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!