ગાંધીધામ ના મુસાફર નો બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન માંથી મોબાઇલ ચોરાયો

વલસાડ

 ગાંધીધામમાં રહેતો મુસાફર ભુજ-બાન્દ્રા એક્સપ્રેસ ટ્રેનમાં બાંદ્રા જતી વેળાએ વલસાડ સ્ટેશન નજીક ચાર્જમાં મુકેલો 12 હજારની કિંમતનો મોબાઈલ કોઈ ચોર ઈસમ  જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગાંધીધામના એમડી રેસિડેન્સીયલ કોમ્પલેક્ષ સેક્ટર નંબર 8 પ્લોટ નંબર 16 માં  ધર્મેશકુમાર શોભા રામનામ રહે છે. ધર્મેશકુમાર તારીખ 13/ 4 /2021  ના રોજ ગાંધીધામ રેલવે સ્ટેશને થી ભુજ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન નંબર બી /4 સીટ નંબર 9 ઉપર બેસી બાંદ્રા તરફ જવા નીકળ્યા હતા. ધર્મેશ મોડી રાત્રે પોતાનો મોબાઈલ ચાર્જિંગ માં મૂકી ઊંઘી ગયો હતો. 3 તારીખ 14 /4/ 2021 ના રોજ વલસાડ રેલવે સ્ટેશન આવી પહોંચતા ધર્મેશભાઈ ચાર્જિંગ માં મુકેલો મોબાઈલ નજરે નહિ પડતા શોધખોળ કરતા કોઈ ચોર ઈસમ ટ્રેન ના રિઝર્વેશન કોચમાંથી 12000 રૂપિયાની મતા મોબાઇલની ચોરી થવા બાબતે ધર્મેશ કુમાર બાંદ્રા રેલ્વે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે વલસાડ રેલવે પોલીસ મથકમાં ટ્રાન્સફર કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!