સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં માહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતા મેહુલ વાવલીયા નામના ઇસમે કાર ટ્રેનિંગ સેન્ટરમાં કાર શીખવા આવેલી માહિલાને કાર શીખવી લાઇસન્સના ટેસ્ટ માટે નવસારી જવું પડશે તેવું કહી તેના પરિચિતના ઘરે લઈ જઈ ત્યાં એક રૂમમાં મહિલાને બંધ કરી તેની પર મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આચરવામાં આવ્યુ દુષ્કર્મ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી નરાધમ આરોપીની ધરપકડ કરી છે.આરોપી સુરત મહાનગર પાલિકામાં વોર્ડ નંબર 4 નો કોર્પોરેટરનો ભાઈ હોવાનું બહાર આવ્યુ છે. વેડરોડ પર સિંગણપોર વિસ્તારમાં રહેતી 35 વર્ષિય મહિલા ડિવોર્સી છે. ઘરે સાડી પર ડાયમંડ ચોંટાડવાનું કામ કરે છે. તેના ભાઈએ કાર ડ્રાઈવિંગ શીખી હતી. તેણે પણ કાર ડ્રાયવિંગ શીખવું હતું. જેથી ભાઈની ઓળખાણથી કાપોદ્રામાં હીરા બાગ પાસે શિવ મોટર્સમાં ડ્રાઇવિંગ શીખવા જતી હતી. જો કે ચારેક દિવસથી આરોપી મેહુલ છગન વાવલિયા શીખવવા આવતો હતો. મેહુલે ગુરુવારે મહિલાને કહ્યું કે, ટેસ્ટ- લાઈસન્સ માટે નવસારી જવું પડશે.
ગુરૂવારે બપોરે તેઓ કારમાં નવસારી જતા હતા ત્યારે મેહુલે મહિલાને કહ્યું, તેના બહેન-બનેવી કાપોદ્રામાં રહે છે. પહેલા ત્યાં જઈએ કહી ત્યાં ગયા બાદ મેહુલે બીયર પી બળાત્કાર ગુજાર્યો હતો. પ્રતિકાર કરતા મહિલાને માર માર્યો હતો. ભોગ બનનાર મહિલાએ ભાગવાની કોશિષ કરી પરંતુ તેણે વિસ્તાર પુરો જોયો ન હતો. બાદમાં મેહુલે જ મહિલાને કારમાં બેસાડી હીરાબાગ પાસે ઉતારી હતી. ત્યાંથી મહિલા ઘરે ગઈ અને તેને પેટમાં દુઃખાવો થતા તે પછી સ્મીમેર હોસ્પિટલ ગઈ હતી.ડોકટરને શંકા જતા હોસ્પિટલમાંથી કાપોદ્રા પોલીસને રાત્રે જાણ કરાઈ હતી. પોલીસે રાત્રે ફરિયાદ લઈ મેહુલ છગન વાવલિયા વિરુદ્ધ બળાત્કાર, માર મારવાની અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી મેહુલને અટકાયતમાં લીધો હતો. જ્યાં તેના કોરોના ટેસ્ટ કરાવ્યાઆ બાદ તેની કાયદેસરની ધરપકડ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જઇ રહી છે. તેવામાં નાગરિકો સુરક્ષીત રહે તે માટે પોલીસે વધારે સતર્ક અને કડક થવાની જરૂર હોવાનું નાગરિકો માની રહ્યા છે