વય નિવૃત્ત થઇ રહેલા વલસાડ કલેક્‍ટરને આર.આર.રાવલને શુભેચ્‍છા પાઠવતા રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

વલસાડ

વલસાડ જિલ્લામાં ગત જૂન-૨૦માં કલેક્‍ટર તરીકે આવેલા શ્રી આર.આર.રાવલ તા.૩૦/૬/૨૧ના રોજ વયનિવૃત્ત થતા હોઇ, કલેક્‍ટર કચેરી ખાતે શ્રી રાવલને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકરે નિવૃત્તિમય જીવન સુખમય અને તંદુરસ્‍તીપૂર્ણ રહે તેવી શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લા કલેકટરશ્રી રાવલના વહીવટી પ્રશ્નોનો ઉકેલ લાવવાની તેમની વહીવટી નિપુણતા, તેમનો સાલસ સ્‍વભાવ અને તેમની વહીવટીદક્ષતાની સરાહના કરી હતી. આ તબક્કે મંત્રીશ્રીએ તેમના રાજકીય કારર્કિદીમાં આવા કર્તવ્‍યનિષ્‍ઠ અને પ્રમાણિક અધિકારી વલસાડ જિલ્‍લાને પહેલી વાર મળ્‍યા છે તેમને વલસાડ જિલ્‍લાની પ્રજા તેમના કરેલા કાર્યોથી યાદ કરશે અને તેઓ પણ વલસાડ જિલ્લાને યાદ કરશે એમ જણાવ્‍યું હતું. મંત્રીશ્રીએ જિલ્લા કલેકટરશ્રી રાવલના પ્રજાકલ્‍યાણકારી જન-મન અભિયાનની સરાહના કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહ, જિલ્લા કલેકટરશ્રી આર. આર. રાવલ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરૂવાની, નિવાસી અધિક કલેકટરશ્રી એન. એ. રાજપૂત સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!