સુરત : દક્ષિણ ગુજરાતથી કેન્દ્રની સરકારમાં પ્રભુત્વ ધરવાતા નવનિયુક્ત રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશએ દક્ષિણ ગુજરાતના લોકોને જન્માષ્ટમીના પાવન દિવસે મોટી ભેટ આપી છે. કેટયાલ સમયથી દક્ષિણ ગુજરાતના લોકોની માગણી હતી કે બીલીમોરા-વઘઇ વચ્ચે નેરોગેજ ગેજ ટ્રેન દોડાવવામાં આવે.ત્યારે આજે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશએ 4 સપ્ટેમ્બરથી નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઇ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આ નેરોગેજ ટ્રેનથી લોકોની મુસાફરી તો આસાન બનશે જ પણ સાથે પ્રકૃતિનો આનંદ પણ માણવા મળશે. આ ટ્રેનને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. જેમાં મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ પણ રાખવામાં આવી છે. ખાસ કરીને આદિવાસી લોકોને આ નેરોગેજ ટ્રેન શરૂ થવાથી બેવડો ફાયદો થશે.જન્માષ્ટમીના દિવસે દ.ગુજરાતના આદિવાસી લોકોને તેમજ પ્રવાસીમાટે મોટી જાહેરાત રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા કરવામાં આવી છે. ત્યારે 4 સપ્ટેમ્બરથી બીલીમોરા-વઘઇ વચ્ચે આદિવાસી જિલ્લાઓને જોડતી ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. નેરોગેજ લાઈન પર દોડતી આ હેરિટેજ ટ્રેન ખાસ સવલતોથી સજ્જ છે. ટ્રેન શરૂ થવાથી આસપાસ મુસાફરોને તો મોટી રાહત મળશે જ પણ સાથે સાથે પ્રવાસીઓ પણ વિશેષ હેરિટેજ ટ્રેનની સુવિધાનો પણ લાભ લઈ શકશે સાથે સાથે નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઇ વચ્ચેના આ ટ્રેનના રૂટથી પ્રકૃતિનો આનંદ પણ માણી શકાશે. ટ્રેનમાં બેઠક વ્યવસ્થાથી માંડી તમામ સવલતો પણ ભોગવી શકાશે ત્યારે ફરી એકવાર ટ્રેન શરૂ થવાથી દક્ષિણ ગુજરાતના લોકો જાહેરાતને આવકારી રહ્યા છે.