ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ એસટી ડેપો પર મુકવામાં આવી રહેલી બસમાં ધક્કામૂકીને પગલે વલસાડ તાલુકાના ગામે રહેતા મહિલા બસ નીચે આવી જતા જતા મોત નીપજ્યું હતું.
વલસાડના ST ડેપો ઉપર વલસાડથી પાટી ગામ જતી બસ પ્લેટફોર્મ નંબર 13 ઉપર આવી રહી હતી. બસનો ડ્રાઈવર બસને પ્લેટફોર્મ પર મુકવાની તૈયારી કરી રહ્યો હતો. જે દરમિયાન મુસાફરોનું ટોળું એક સાથે બસ પાસે દોડી આવતા સુમિત્રાબેન છગનભાઈ હળપતિ (રહે. સેગવા, તા. વલસાડ)ને ધક્કો લાગી ગયો હતો. જે ધક્કામુક્કીમાં મહિલા નીચે પટકાઈ હતી. જે બાદ બસના આગળના ટાયર નીચે કચડાઈ જતા મહિલાનું મોત થયું છે. બસમાં વહેલા ચઢવા માટે યાત્રીઓમાં ધક્કામુક્કી થઈ હતી. જેથી આ ધક્કામુક્કીમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાની જાણ ST ડેપોના કંટ્રોલરે વલસાડ ડેપો મેનેજર અને પોલીસની ટીમને કરતા સીટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. અનેક મુસાફરોની હાજરીમાં બનેલી ઘટનાને પગલે મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી.