સીડની: પુરુષો અને મહિલાઓ એકબીજાને કેટલાક કારણથી પસંદ કરતા હોય છે અને ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલી એક સ્ટડી પ્રમાણે તેમણે કહ્યું કે મહિલાઓ પુરુષોમાં શું સૌથી વધારે પસંદ કરે છે.
૧૮ થી ૪૦ વર્ષ સુધી પુરુષ અને મહિલાઓ એકબીજાના અપીયરેન્સના આધાર પર વધારે આકર્ષિત થાય છે અને તેમની ફર્ટીલીટી પીક પર હોય છે પરંતુ ઉંમર સાથે તે ઓછુ થઇ જાય છે અને બાદમાં તે વ્યકિતત્વ, વ્યવહાર જેવી વસ્તુઓને પ્રાથમિકતા આપવા લાગે છે.
૨૦-૩૦ વર્ષની ઉંમરના લોકો લુકસને વધારે પસંદ કરે છે. આ સ્ટડીમાં બીજા પણ દ્યણા ખુલાસા થયા છે. અટ્રેકસનને લઇને ૯ વસ્તુઓ પર સ્ટડી કરવામાં આવી હતી. ઉંમર, આકર્ષણ, શારીરિક બનાવટ, બુદ્ઘિ, શિક્ષા, આવક, વિશ્વાસ, બ્રોડ માઇન્ડ, ભાવનાત્મક સંબંધ
આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ કવેક કવેક તરફથી એક રિપોર્ટ આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે કોરોના વાયરસના કારણે યઝર્સમાં કેટલા લોકોનો વધારો થયો છે અને ભારતના નાના શહેરોના લોકો પણ ડેટિંગ અઙ્ખપમાં જોડાઇ રહ્યાં છે.
રિપોર્ટ અનુસાર લોકડાઉન દરમિયાન ડેટિંગ એપ પર સાઇન ઇન કરનાર યુવતિઓની સંખ્યામાં ૧૨ ટકાનો વધારો જોવા મળ્યો હતો જયારે પુરુશો કરતા વધારે મહિલા ડેટિંગ એપ પર એકિટવ રહે છે.જયારે પણ બ્રેકઅપ થાય છે ત્યારે લોકોને દુઃખ થાય છે અને બાદમાં તેઓ આંસુ સારીને એકબીજાને ભૂલવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ હવે લોકો ડેટિંગ એપ પર નવા લોકોના કોન્ટેકટમાં આવીને જૂના લોકોને ભૂલી રહ્યાં છે.
પુરુષ મહિલાઓના શરીરથી વધારે આકર્ષિત થાય છે જયારે મહિલાઓ પુરુષોમાં ભાવનાત્મક લગાવ શોધે છે
