ઘરમપુર
મ્યુકરમાઈકોસીસ રોગની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર મળી રહે એ બાબતે નાની ઢોલડુંગરી ના અપક્ષ સભ્ય દ્રારા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે
મ્યુકરમાઈકોસીસ રોગની ખાનગી અને સરકારી હોસ્પિટલમા
ધરમપુરના નાની ઢોલડુંગરી તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહિત આદિવાસી એકતા પરિષદ ના કમલેશ પટેલ દ્રારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું…આવેદનપત્ર માં જણાવ્યુ છે મૂજબ રાજસ્થાન ની અશોક ગેહલોજીની સસ્કાર ચિરંજીવી યોજના હેઠળ મ્યુકરમાઈકોસીસ કાળી ફંગરા ની સારવાર ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવાની જાહેરાત કરી છે તેવી જ રીતે ગુજરાત સરકાર પણ આવી જ કોઈ યોજના હેઠળ મ્યુકરમાઈકોસીસ કાળી ફંગસ ની સારવાર ને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક થાય તેવી જાહેરાત કરવી જોઈએ . વધુમાં જણાવવાનું કે મ્યુકરમાઈકોસીસ કાળી ફંગસ ને પણ સરકાર દ્વારા મહામારી ઘોષિત કરવામાં આવી છે તો એની સારવાર પણ નિઃશુલ્ક થાય તેવી વિનંતી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે સાથે અમારા વિસ્તારમાં હાલમાં વેકશીનનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નથી જેનાથી પૂરતા પ્રમાણમાં વેકસીન થતું નથી તો વહેલી તકે વેકસીનનો જથ્થો અમારા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી પણ રજુઆત કરી હતી..