ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામના દુકાન ધરાવતા હેન્ડસમ વેપારીએ સ્વરૂપવાન મહિલાના પ્રેમમાં હદ વટાવી દીધી હતી. આ મહિલા વેપારીની દુકાને ખરીદી કરવા માટે જતી હતી. ત્યારે આ વેપારી બ્યુટીપાર્લર ચલાવતી મહિલા ઉપર લટ્ટુ થઈ ગયો હતો. આ મહિલાનો શોખ જોઈ વેપારીએ તકનો લાભ લઈ નવી વેરાઈટી આવે તો જાણ કરી દઈશ કહીને મહિલાનો નંબર માંગી લીધો. શરૂ શરૂમાં તો મહિલાને કંઈ સમજાયું નહીં અને નંબર આપી દીધો. એ પછી વેપારીને તો મોજ પડી ગઈ.
શરૂઆતમાં મેસેજનો દોર શરૂ થયો અને પછી વાત આગળ વધી ગઈ. એક વર્ષ સુધી મહિલાની પાછળ પડી આખરે મહિલાને મોહપાસમાં સપડાવીને જ જપ લીધો. પોતે કેટલો પ્રેમ કરે છે એ સાબિત કરવા માટે વેપારીએ દિલફેક વાતો કરી. તું કુવારી હતી ત્યારથી જ હું તને લાઇક કરું છું કહી રંગીન સપનાં બતાવ્યાં. આ વેપારી મહિલાના અતીતથી પણ વાકેફ હતો. વેપારી રાણી બનાવી તારા ને તારા સંતાનનાં સપનાં પૂરાં કરીશ કહી મહિલા અનેક વખત મોજ માણી હતી. વાત આગળ વધી ગઈ અને મહિલાને વેપારીના પ્રેમ પર સંદેહ થયોને તેણે વેપારીને ચકાસવા “હું પ્રેગ્નેન્ટ છું” કહી વેપારીનો પ્રેમ સાચો છે કે ખોટો એ દાવ ખેલી જોયો અને ત્યાં તો વેપારીને કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ પેદા થઈ ગઈ. મહિલાની વાત સાંભળીને વેપારીના હોશ ઊડી ગયા. અને તેણે કહ્યું કે, ‘હું તને રાખી નહીં શકું, આપણા સંબંધો આવી રીતે ચાલુ રહેશે. તું એબોર્શન કરાવી દે. મારો એક પરિચિત મિત્ર છે. જે એબોર્શન કરાવી દેશે.’ રોજ પ્રેમથી વાતો કરતો વેપારીના પ્રેમના સૂરમાં જાણે ખારાશ આવી ગઈ. સચ્ચાઈ જણાઈ જતાં મહિલાએ અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ તેને ડર એ વાતનો હતો કે અંગત પળો વેળાએ વેપારીએ ફોટા પાડી લીધા હોય અને તે ફોટા ક્યાંક એ ફરતા ન કરી દે. વેપારી આ મહિલા તેની પાછળ પડી હોવાની સફાઈ પોતાનાં સ્વજનોને આપી રહ્યો છે. જ્યારે મહિલા આ વેપારીએ તેની જિંદગી ખરાબ કરી નાખી હોવાનું કહે છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલો આ કિસ્સો સમગ્ર ખેરગામ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર બનાવ બાબતે ખેરગામ નજીકના એક ગામનાં આગેવાને બંને પક્ષોને સમાધાન કરાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ કોઈ મેળ પડ્યો ન હતો.