ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ અને રણભૂમિ એકેડમી દ્વારા ન્યાયાધીશશ્રી બી.જે.પોપટના માર્ગદર્શન હેઠળ ઉમરગામ તાલુકા કાનૂની સેવા સમિતિના સહયોગથી ઉમરગામની એમ.કે.મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાળકોના જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા કાયદાની જાણકારી તેમજ સ્વરક્ષણની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકો સાથે થતાં દૂર વ્યવહાર, છેડતી તેમજ દુષ્કર્મ જેવા ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે પોકસો કાયદાનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે જાણકારી રણભૂમિ એકેડમી પ્રમુખ તથા વલસાડના ધારાશાસ્ત્રી શ્રીકેયુરભાઈ પટેલ, દુષ્યંતભાઈ, ધારાશાસ્ત્રી એ.ડી.પટેલ અને અભિષેક માંગેલાએ આપી હતી આ સાથે બાળકોને ગુડ ટચ અને બેડ ટચ તેમજ માતા પિતાએ બાળકો સાથેના વ્યવહાર બાબતે પણ વિસ્તૃત જાણકારી આપી હતી.
જ્યારે વિકટ પરિસ્થિતિમાં સ્વરક્ષણ કેવી રીતે કરી શકે તેની તાલીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વલસાડ જિલ્લાના પૂર્વ કો- ઓર્ડિનેટર સેન્સાઇ નિલેશ કોશિયા અને સેન્સાઈ જીતેન્દ્ર રાઠોડ દ્વારા આપવામાં આવી હતી. શાળાના આચાર્ય જેકબ જોન દ્વારા આભારવિધિ કરવામાં હતી. શિબિરનું સંચાલન શાળાના પી.ટી.શિક્ષક અજયભાઈ માછીએ કર્યું હતું.