રાજયના ૨૪ જિલ્લાના ૧૨૯ તાલુકાઓમાં ઝરમરથી સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ : દમણ ગંગાના મધુબંધની જળ સપાટી વધતા ડેમના બે દરવાજા ખોલાયાઃ ઉકાઈ ડેમની જળસપાટી વધીને ૩૨૫ પોઈન્ટ ૭૦ ફૂટે પહોંચી
વાપીઃ ચોમાસાની આ સિઝનમાં મેઘરાજા જાણે નારાજ હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ હતા પરંતુ છેલ્લા ૪૮ કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવતા સૌએ રાહતની લાગણી અનુભવી છે.મેઘરાજાની મહેરને પગલે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૪ જિલ્લાના ૧૨૯ તાલુકાઓમાં ૧ મીમી થી લઈ ૧૩૩ મીમી સુધીનો ભારે વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ મહેર દક્ષિણ ગુજરાત પંથક ઉપર થઈ છે એક બાજુ ભારે વરસાદ અને બીજી બાજુ ઉપરવાસના પાણીની આવકને પગલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળ સપાટી સતત વધી રહી છે આજે ૯ ડેમની જળ સપાટી ૩૨૫ પોઇન્ટ ૭૦ ફૂટે પહોંચી છે આ ઉપરાંત દમણ ગંગા ના મધુવન ડેમ ની જ ડેમમાં પણ મોટી પાણીની આવકને પગલે વહીવટીતંત્રે ડેમના બે દરવાજા ખોલવાની ફરજ પડી છે.
ફ્લડ કંટ્રોલ પાસે મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો વલસાડ ૧૩૩મીમી, પારડી ૧૩૨ મીમી, ધરમપુર ૧૨૦ મીમી વાપી ૧૦૯ મીમી, વઘઈ ૮૫ મીમી, હાસોટ ૮૧મી ડોલવણ ૭૯ મી.મી ખેરગામ ૭૫મી વાંસદા ૭૪ ની ઉમરગામ ૭૩મી.મી વરસાદ નોંધાયેલ છે.
આ ઉપરાંત વ્યારા ૬૯, પલસાણા ૬૪ મિની કપડા ૬૪ મી.મી અંકલેશ્વર ૫૮ મી.મી નવસારી ૫૬ મીમી, ઉમરપાડા ૫૪ મિ જલાલપુર ૫૧ અને માંગરોલ ૫૦ મીમી વરસાદ નોંધાયેલ છે.
આ ઉપરાંત રાજ્યના ૧૦૯ તાલુકાઓમાં એક મીમી થી લઈ ૪૯ મિનિટ સુધીનો વરસાદ નોંધાયો છે.