રાજ્ય નાં 32 જીલ્લા ના 155 તાલુકા ઓ ઉપર હેત વરસાવતા મેઘરાજા…. સાઉથ ગુજરાત માં મેઘો જામ્યો:ઉંમરગામ 4 કલાક માં 5 ઇંચ ભારે વરસાદ થી જળબંબાકાર

વાપી : રાજ્ય મા દુષ્કાળ નાં ડાકલા નાં ભણકારા વચ્ચે મેઘરાજા એ કૃષ્ણ જન્મ ને વધાવતા હોય તેમ રાજ્ય નાં અનેક વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે.
ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાક માં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો…
મોરવા હડફ..55 મીમી, સિદ્ધપુર 51 મીમી, પાલનપુર 50 મીમી, તલોદ 49 મીમી, ઉમરગામ 49 મીમી, વાપી 40, પાટણ 39 મીમી, વલસાડ 38મીમી, સરસ્વતિ 37 મીમી, ઊંજા 36મીમી, પ્રાંતિજ 35મીમી, વ્યારા 34મીમી, વડગામ 33મિમી, કવાટ 32 મીમી, નસવાડી 31મીમી, વરસાદ નોંધાયેલ છે.
આ ઉપરાંત થરાદ 22, દેગામ 22 મીમી, પારડી 22મીમી, કઠલાલ 20 મીમી, મોડાસા 19 મીમી, જેતપુર 19 મીમી, ભાભર 18 મીમી, જોટાણા 18મીમી, ઉમરેઠ 17મીમી, બેચરાજી 16 મીમી,છોટાઉદેપુર 16મીમી, વઘઈ 16મીમી, હારીજ 15 મીમી, અમીરગઢ 15 મીમી, કાંકરેજ 15મીમી, ધનસુરા 15મીમી, બાવળા 15, સાણંદ, કરજણ, ડેડીયાપાડા 15 મીમી વરસાદ નોંધાયેલ છે.તેમજ રાજ્ય નાં બીજા 42 તાલુકા ઓ માં ઝરમર થી 14 મીમી સુઘી નો હળવો વરસાદ નોંધાયેલ છે
આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે 10.30 કલાકે મેઘરાજા વાપી અને ઉમરગામ પંથક માં ટુટી પડ્યા છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!