આહવા તાલુકાના આવલ્યામાળ ગામની મહિલાઓ માટે ઔષધીય વનસ્પતિ ટ્રેડની તાલીમ યોજાઇ

ગુજરાત એલર્ટ | આહવા
ONGC દ્વારા પ્રસ્તુત અને ભારતીય ઉદ્યમીતા વિકાસ સંસ્થાન (EDII)-અમદાવાદના સહયોગથી ‘અથક ભારત પ્રોજેક્ટ’ અંતર્ગત આહવા તાલુકાના આવલ્યામાળ ગામની ૩ સ્વ સહાય જૂથની ૫૫ મહિલા ઉદ્યમીઓને (ઔષધીય વનસ્પતિ) ટ્રેડની ૨૨ દિવસની તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમા અતિથિ વિશેષ પિયુષભાઈ ચૌધરી (મહિલા અને બાળવિકાસ કચેરી આહવા-ડાંગ) ના હસ્તે સ્વ સહાય જુથોની મહિલાઓને માટે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નિલેશ ભિવસન (પ્રોજેક્ટ ઓફિસર) આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા.), કિરણ ચૌર્યા (CRP), ગામના આગેવાન સીતારામભાઈ તથા માસ્ટર ટ્રેનર જયેશભાઇ મોકાશી હાજર રહ્યા હતા. I

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!