ડોક્ટર્સ ડે નિમિતે વલસાડ ફિઝીશીયન એસોસિએશન અને વલસાડ એમ.આર.એસોસિએશન દ્વારા વલસાડ સિટી પોલિસ સ્ટેશનના આશરે 150 કરતા વધારે કર્મચારીઓને વિનામૂલ્યે સુગર, પ્રેસર અને ઇસીજી, આંખ-કાન-નાક-ગળા, સ્ત્રીરોગ અને હાડકા સંબંધિત બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવી હતી.
જેમાં વલસાડના ખ્યાતનામ તબીબો ડો. દેવાંગ દેસાઈ, ડો. સમીર દેસાઈ, ડો. અજય પરમાર, ડો.નિશિથ પટેલ, ડો.વિરાગ દમણીયા, ડો. ખ્યાતિ પટેલ, ડો. રૂપલ રાણા અને એમ. આર. એસોસીએસનના પ્રજ્ઞેશ પાંડે, સુદેશ દેસાઈ, જયેશ ભટ્ટ સહિતના લોકોએ સેવાઓ આપી હતી. કાર્યક્રમમાં ખેરગામના જાણીતા ગોલ્ડ મૅડાલિસ્ટ સર્જન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએસનના પ્રમુખ ડો. નિરવ પટેલે પ્રેરક હાજરી આપી હતી.આ કાર્યક્રમના સંચાલનમાં વલસાડ સીટી પોલિસ સ્ટેશનના મુખ્ય પોલિસ અધિકારી દિપક ઢોલએ કેમ્પ માટે જરૂરી બનતી મદદ કરી હતી. પરિવારના સદસ્યોના મેડિકલ ચેકઅપ થતાં પોલીસ દ્વારા કાર્યક્રમના આયોજકોનો આભાર માનવામાં આવ્યો હતો.