વલસાડનાં કાઝી બંધુઓ વચ્ચે બબાલ થતાં મામલો વલસાડ સિટી પોલીસ મથકે પહોંચ્યો: પોલીસ ફરિયાદ નોંધાવાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડનાં મોટા પારસીવાડ, ખાટકીવાડમાં રહેતાં કાઝીબંધુ પૈકી મોટો ભાઈ એપાર્ટમેન્ટનાં પાર્કિગમાં નાનાં ભાઈને મારવા જતા ભાઈએ ભાઈ સામે વલસાડ સીટી પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વલસાડના મોટા પારસીવાડ, ખાટકીવાડ દિયા એપાર્ટમેન્ટ રહેતા માસુમ કૈયુમમીયા કાઝી પત્રકાર તરીકે કામ કરે છે.
ગઇ તા.૨૮.૦૧.૨૦૨૪ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે માસૂમ પોતાનાં ઘરે હાજર હતો તે વખતે તેમનાં બિલ્ડિંગના નીચે પાર્કીંગમાંથી બોલાચાલીનો અવાજ આવતા તે મમ્મી સાથે નીચે પાર્કિંગમાં ગયા હતાં. ત્યાં જઈ જોતાં માસુમના પિતા સાથે તેમનો કાકાનો પુત્ર સરફરાજ ઝહીરમીયા કાઝી (ઉ.વ.35) બોલાચાલી ઝગડો કરતો હતો. જેથી માસૂમ અને તેમની મમ્મી ત્યા હાજર અમારા બિલ્ડિંગના પડોશીઓ સાથે વાતચીત કરતા હતા તે સમયે સરફરાજ એકદમથી ઉશ્કેરાઇ જઇ માસૂમને તથા તેમની મમ્મીને નાલાયક ગાળો આપવા લાગ્યો હતો અને માસૂમને મારવા માટે દોડી આવતા ત્યા હાજર પડોશીઓએ તેને પકડી લીધો હતો. ત્યારે સરફરાજે “તુ અહીથી જતો રે, મહેમાન બનીને આવે છે તો મહેમાન બનીને રે નહી તો હુ તને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. અને બિલ્ડિંગમાં રહેતા પડોશીઓ તેમને સમજાવવા લાગેલા પરંતુ તેઓ સમજ્યા ન હતાં અને આજુબાજુ કઇક મારવા માટે શોધતા હતા જેથી માસૂમે બિલ્ડિંગના પાર્કીંગમાંથી બહાર નીકળી જઈ વલસાડ સીટી પો.સ્ટે તથા વલસાડ કંટ્રોલરૂમને ફોન કરી પોલીસને તાત્કાલીક બનાવવાળી જગ્યાએ બોલાવી હતી.
આ સરફરાજે સને ૨૦૧૯ ડીસેમ્બર મહીનામાં બધા કુટુંબના સગા સબંધીઓના વચ્ચે ઝગડો કરેલ હતો અને સને ૨૦૨૩માં જુલાઇ મહીનામાં ઇદના બીજા દીવસે પણ સરફરાજ માસૂમને શોધતા શોધતાં ઘરે આવી ગયેલ હતો એ બાબતે અગાઉ સરફરાજ વિરૂધ્ધ અરજી કરી હતી જેમાં સમાધાન થયું હતુ. તેમ છતા તા.૨૮/૦૧/૨૦૨૪ ના બપોરે 3 વાગ્યે ફરીથી ઝગડો કરતા માસુમે પિતરાઈ ભાઈ સરફરાજ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!