ધરમપુર વિલ્સનહીલના ડુંગર પર બીજી વખત મેરેથોન યોજાઈ

વલસાડ
વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા 25 ડિસેમ્બરના રોજ બીજી વખત વિલ્સનહીલના ડુંગર પર એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12.5 અને 25 કિલોમીટરની બે કેટેગરીમાં 300 દોડવીરોએ ભાગ લીધો હતો.

આ મેરેથોનમાં રનર્સ વાપી, વલસાડ, નવસારી, સુરત સહીત અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા. એટલું જ નહીં, એક રનર કેન્યાથી આ વિલ્સનહિલ રનમાં જોડાતાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. સવારે અમારા મેરેથોનના રેસ ડાયરેક્ટર આશિષ કાપડિયા દ્વારા મેરેથોનને લગતી તમામ માહિતી અને સલાહ સૂચનો આપ્યા હતા. ત્યારબાદ ધરમપુરના એમએલએ અરવિંદભાઈ પટેલ તરફથી ફ્લેગ ઓફ કરીને મેરેથોનની શરૂઆત કરાઇ હતી.

વલસાડ રેસરના વોલિયેન્ટર તેમજ તેના ગામના લોકલ વોલેન્ટર તરફથી પણ ખૂબ જ સપોર્ટ મળ્યો હતો. રનર મિત્રોને કોઈપણ તકલીફ ના પડે એ માટે આરએસમાં દરેક દોઢ કિલોમીટરના અંતરે હાઇડ્રેશન પોઇન્ટ પણ ગોઠવવામાં આવ્યા હતા. ખૂબ જ કાળજી લેવામાં હતી આવી હતી.

વલસાડ રેસર્સ દ્વારા મેરેથોન રોડ પર બે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સમગ્ર રુટ ઉપર ધ્યાન રાખી રહી હતી. વહેલી સવારે ડુંગરના નયનરમ્ય નૈસર્ગીક સૌંદર્ય વચ્ચે રન કરવાનો ભરપૂર રોમાંચ રનર્સોએ માણ્યો હતો. રનર મિત્રોને મેડલ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!