ગુજરાત એલર્ટ । ખેરગામ
૧૭૬-ગણદેવી વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ખેરગામ તાલુકાના મહત્વના છ સ્થળે નવમીને સોમવારે -મારી માટી મારો દેશ- કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ શોભા યાત્રાને જનતાએ સારો આવકાર આપ્યો હતો જેની આગેવાની માજી કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય નરેશભાઈ પટેલે લીધી હતી. જેમની સાથે માજી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયત ખેરગામના પ્રમુખ રાજેશભાઈ અને માજી પ્રમુખ રક્ષાબેન તથા ભાજપ પ્રમુખ ચુનીભાઈ અને સંગઠનના હોદ્દેદારો-કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સવારે 10:30 વાગે મહાદેવ મંદિર વાડથી કળશયાત્રાનો પ્રારંભ થયો જેમાં વાડ પણંજના ગ્રામજનો, 11:30 વાગે આછવણી જામનપાડા રૂજવણી, 12:30 વાગે ગૌરી વડપાડા ડેબરપાડા દોઢ વાગે ચીમનપાડા બહેજ, અઢી વાગે ભૈરવી પેલાડી ભૈરવી નાધઈ નારણપુર અને સવાત્રણ વાગે બાબા સાહેબ વર્તુળ પાસે ખેરગામમાં ભવ્ય સમારંભમાં અમૃત કળશ યાત્રાનું સમાપન થયું હતું, જે પૂર્વે નવા રોડના પ્રજાપતિઓ પાસે નરેશભાઈએ માટીનું દાન સ્વીકાર્યું હતું. નરેશભાઈએ સૌ ભાગ લેનારા ગ્રામજનોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.