ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડમાં માહ્યાવંશી સમાજ દ્વારા બહેનો માટે “માહ્યાવંશી વુમન્સ પ્રીમિયર લીગ સીઝન-2” ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંકિતા લીલાકર, હિરલ પટેલ, અને પૂનમ લીલાકર તથા અન્ય મહિલાઓ દ્વારા વલસાડના જીમખાના મેદાન ઉપર કરવામાં આવ્યું હતું. “માહ્યાવંશી વુમન્સ પ્રીમિયર લીગ” ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબ્રામા ક્વીન્સ, લીલાપર વોરિયર્સ, મોરાભાગડા ઇલેવન અને ધ ટાઈટન્સ, વુમન્સ આર્મી, હરિયા વુમન્સ ઇલેવન મળી માહ્યાવંશી સમાજની મહિલાની 6 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચમાં લીલાપોર વોરીયર્સ અને હરિયા વુમન્સ ઇલેવન વચ્ચે રમાય હતી.જેમાં હરિયા વુમન્સ ઇલેવનની ટીમ એ ટોસ જીતી દાવ લેવાનો નિર્ણય કર્યો હતો. હરિયા વુમન્સ ઇલેવનની ટીમે 6 ઓવરમાં 59 રન કર્યા હતાં. જેનાં જવાબમાં લીલાપોર વોરીયર્સ 6 ઓવર 52 રન બનાવી શકતા હરિયા વુમન્સ ઇલેવનની ટીમ ચેમ્પિયન બની હતી. ચેમ્પિયન બનેલી હરિયા વુમન્સ ઇલેવન ટીમના કેપ્ટન ભાવિનીબેન હરીયાવાલાને નિમિષાબેન ડાંગના હસ્તે ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે રનર્સઅપ થયેલી લીલાપુર વોરિયર્સ ટીમના કેપ્ટન અંકિતા લીલાકરને નિધીબેન પટેલના હસ્તે ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે બેસ્ટ ફિલ્ડર હરિયા વુમન્સ ઇલેવન નિરાલી રાઠોડ, બેસ્ટ બોલર હરિયા વુમન્સ ઇલેવન અંજના છોવાલા, બેસ્ટ બેટસમેન હરિયા વુમન્સ ઇલેવન નિરાલી રાઠોડ, વુમન ઓફ ધ સીરીઝ હરિયા વુમન્સ ઇલેવન ડિમ્પલ હરિયાવાલાના ફાળે ટ્રોફી ગઈ હતી.
જમવાની વ્યવસ્થા કૌશિકભાઇ જાખીયા મોરાભાગડાએ કર્યું હતું. માહ્યાવંશી વુમન્સ પ્રીમિયર લીગ બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સમાજની બહેનો, ભાઈઓ, વડીલો, યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.