ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વાતંત્રય પર્વની ઉજવણી પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૫ ઓગસ્ટે વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા મોંઘાભાઈ હોલ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને અતિથિ વિશેષ તરીકે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા અને વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. મહારક્તદાન શિબિરનો શુભારંભ પ્રથમ પાંચ રક્તદાતાઓના હસ્તે દિપ પ્રાગ્ટય કરી કરવામાં આવશે.
વલસાડના ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાલે મહારક્તદાન શિબિર યોજાશે
