ફેસબુક પર પ્રેમ, વેલેન્ટાઈન ડે પર પ્રપોઝઃ ૩ મહિના પહેલા લગ્ન …પછી દુઃખદ અંત

લવ મેરેજ કરનારા યુવકે જીવન ટૂંકાવ્યું: ફેસબુક પર શરૂ થયેલી ‘લવ સ્ટોરી’નો માત્ર ૩ મહિનામાં જ ‘THE END’

ઔરંગાબાદ: પ્રેમ એક અહેસાસ છે, જેમાં ભરોસો અને વિશ્વાસ હોય છે. એવું કહેવામાં આવે છે કે તેની ગાંઠ ખૂબ જ મજબૂત હોય છે. પરંતુ દરેક પ્રેમની ‘હેપી એન્ડિંગ’ હોતી નથી. રવિ રાજ અને પુષ્પાનો પ્રેમ જેટલો ઝડપથી પરવાન ચઢ્યો, તેનો અંત એટલો જ દર્દનાક રહ્યો. જો પ્રેમમાં સમજણનો અભાવ હોય તો કયારેક તેનો અંત એટલો દુૅંખદ હોય છે કે જે કોઈ તેને સાંભળે તો તે સ્તબ્ધ થઈ જાય છે.
ઔરંગાબાદના રવિ રાજ ઉર્ફે બિટ્ટુએ ત્રણ મહિના પહેલા ફેસબુક મિત્ર સાથે લગ્ન કર્યા હતા. તે આરામાં નોકરી કરતો હતો. એક દિવસ ઝઘડો થયા બાદ ગુસ્સામાં તેણે એવં પગલું ભર્યું કે, આખી દુનિયા બદલાઈ ગઈ. પ્રાપ્ત માહિતી પ્રમાણે ટાઉન પોલીસ સ્ટેશન સ્થિત જુના પોલીસ લાઇનમાં આવેલા કવાર્ટરમાં રવિ રાજે આત્મહત્યા કરી લીધી. બનાવને લઇ આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. ૨૫ વર્ષનો રવિ રફીગંજ (ઔરંગાબાદ)ના ગોપાલ પ્રસાદ ગુપ્તાનો પુત્ર હતો. તે આરામાં એસઆઈની ખાનગી કાર ચલાવતો હતો.
રવિની પત્ની પુષ્પા કુમારીએ જણાવ્યું હતું કે, ફેસબૂકના માધ્યમતી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, અને બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. થોડા સમયમાં જ વાતચીત પ્રેમમાં ફેરવાઈ ગઈ. આ પછી બંને પહેલીવાર ૨૮ જાન્યુઆરીએ પટણામાં મળ્યા હતા અને ત્યારબાદ બીજી વખત બંને ૧૪ મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે પર મળ્યા હતા, પછી મળવાનો સિલસિલો ચાલતો રહ્યો. એક મહિના પછી ૧૪ માર્ચે બંનેએ ભગવાનને સાક્ષી માનીને ફતુહાનું બૈકેટ કુંડ મંદિરમાં લગ્ન કર્યાં હતા.
લગ્ન બાદ બંને પટણા સિટીમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. બુધવારે સવારે નજીવી બાબતે બંને વચ્ચે ઝદ્યડો થયો હતો. જે બાદ રવિ ગુસ્સામાં આરા ગયો હતો. શનિવારે સવારે પત્ની અને પરિવારજનોને ફોન પરથી જાણ થઈ કે રવિએ આત્મહત્યા કરી લીધી છે. મૃતકના સ્વજનો આરા સદર હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને મૃતદેહને અંતિમ સંસ્કાર માટે રફીગંજ લઈ ગયા હતા. ફેસબુક દ્વારા શરૂ થયેલી લવ સ્ટોરી ફકત ત્રણ મહિનામાં જ સમાપ્ત થઈ ગઈ. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!