પ્રેમને ઉંમર સાથે લેવાદેવા નથી
૧૮ વર્ષના છોકરાને થયો ૭૧ વર્ષનાં માજી સાથે પ્રેમ

બંનેની ઉંમર વચ્ચે ૫૩ વર્ષનો ફેરઃ લગ્ન પણ કર્યાઃ પૌત્ર પણ પતિ કરતા ૩ વર્ષ મોટો છે

લંડન: એવું કહેવાય છે કે પ્રેમ ઉંમર જોઈને થતો નથી. જયારે કોઈ મનમાં વસી જાય છે ત્યારે તે ફકત તેના જ વિચારમાં ખોવાઈ જાય છે. પાગલ થઈ જાય છે. ઉંમરને પ્રેમ સાથે કોઈ લેવાદેવા નથી. આવું જ કઈંક આ કિસ્સામાં જોવા મળી રહ્યું છે જયાં એક કપલ વચ્ચે ૫૩ વર્ષનો ગેપ છે. આ બંને વચ્ચે નીકટતા છ વર્ષ પહેલા ૨૦૧૫માં આવી. જયારે ૧૮ વર્ષની ઉંમરના છોકરાને ૭૧ વર્ષની વૃદ્ઘા સાથે પ્રેમ થયો. ૧૮ વર્ષનો ગેરી હાર્ડવિક તેના કાકીની અંતિમક્રિયામાં સામેલ થવા પહોંચ્યો હતો. ત્યારે તેણે તેની ભાવિ પત્ની અલ્મેડા ને જોઈને પ્રેમ આવી ગયો. તે સમયે અલ્મેડાની ઉંમર ૭૧ વર્ષ હતી અને તે તેના પુત્ર રોબર્ટને ગુમાવી ચૂકી હતી. ધ સનના અહેવાલ મુજબ ૫૩ વર્ષનો ઉંમરનો તફાવત હોવા છતાં આ કપલ એકબીજાના પ્રેમમાં પાગલ થઈ ગયું. બે અઠવાડિયા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. લગ્ન બાદ પતિ સાથે અલ્મેડા તેના પૌત્ર સાથે તેના જ ઘરમાં શિફ્ટ થઈ ગઈ. તેનો પૌત્ર પણ પતિ કરતા ત્રણ વર્ષ મોટો છે.બંનેના સુખી લગ્નજીવનને ૬ વર્ષ જવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેમનો પ્રેમ સંબંધ વધુ મજબૂત થયો છે. એટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ લોકો આ કપલને ખુબ પસંદ કરી રહ્યા છે. તેમની તસવીરો અને વીડિયો છાશવારે વાયરલ થઈ રહ્યા છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં આ કપલે કેટલીક હ્રદયસ્પર્શી તસવીરો શેર કરી જેને એક મિલિયન કરતા વધુ વાર જોવાઈ છે. ગેરીએ કહ્યું કે મારી જિંદગીમાં પ્રેમ હું જયારે ૧૮ વર્ષનો હતો ત્યારે મળ્યો અને તે ૭૧ વર્ષની હતી. લગભગ ૬ વર્ષ થવા જઈ રહ્યા છે અને દિન પ્રતિદિન હું તેના પ્રેમમાં ડૂબતો જાઉ છું.
ગેરી અને અલ્મેડાના લગ્નની તસવીરો અને કિસિંગ કરતી સેલ્ફીઓ આજે પણ એટલી જ વાયરલ થાય છે. ગેરીએ કહ્યું કે જયારે ઉંમરના અંતરની વાત આવે ત્યારે મને લાગે છે કે તે દરેક વ્યકિત પર નિર્ભર કરે છે કે તે તેને કેવી રીતે હેન્ડલ કરે છે અને અમારી કેમેસ્ટ્રી તેનો જ જવાબ છે. ફકત ઉંમરના ગેપને જ જોવો એ યોગ્ય નથી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!