ગુજરાત એલર્ટ | વલસાડ
તા. 25 ડિસેમ્બર, 2024 ને બુધવારે લાયન્સ ક્લબ ઓફ વલસાડ ડાયમંડ તથા લાયન્સ ક્લબ ઓફ ભીલાડ આરાધના દ્વારા બીનવાડા રામજી મંદિર ખાતે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 250 થી વધારે ગ્રામજનોએ ચેકઅપ કરાવ્યું અને જરૂરિયાતમંદ દર્દીને ફ્રીમાં દવા આપવામાં આવી.
આ તબ્બકે ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, લાયન્સના રીજિયન 5 ના રિજીયન ચેરપર્સન લા. ક્રિષ્ના સિંહ પરમાર અને ઝોન ચેરપર્સન લા. હર્ષવર્ધન ભટ્ટ હાજર રહ્યા.
કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ વલસાડ ડાયમંડના પ્રમુખ લા. ડો. જાનકી ત્રિવેદીએ ખૂબ મહેનત કરી હતી.