પારડીમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો: ‘‘પ્રતિકાર’’ ફિલ્મ દ્વારા કાયદા વિશેની જાણકારી પણ મહિલાઓને આપવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા.૨૫ નવેમ્બર (International Day for the Elimination of Violence Against Women) થી તા. ૧૦ ડિસેમ્બર (Human Rights Day) સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત કામકાજના સ્થળે થતી મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ- ૨૦૧૩ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર પારડી તાલુકાના ખડકી ગામે સ્થિત રેમન્ડ કંપની ખાતે યોજાયો હતો.

કાર્યક્રમમાં રેમન્ડ કંપનીના પ્લાન્ટ હેડ અજયભાઈ બલદુવા દ્વારા સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કમલેશભાઈ ગિરાશે દ્વારા કામકાજના સ્થળે થતી મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ -૨૦૧૩, ઘરેલુ હિંસા અધિનિયમ- ૨૦૦૫ કાયદાકીય વિશે વિગતવાર માહિતી તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કાર્યરત વિવિધ યોજનાકીય માહિતી આપી હતી. વલસાડ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી રાઠોડે પોકસો એક્ટ – ૨૦૧૨, સાયબર સેફ્ટી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવા અંગે વિગતવાર માહિતી આપી હતી. ધારાશાસ્ત્રી ભુપેન્દ્રભાઈ દ્વારા મહિલાઓના કાયદાઓ અને કલમો વિશે માહિતી આપવામાં આવી હતી. વલસાડ ડિસ્ટ્રિક્ટ કોર્ટના યોગિની એસ. પટેલે મહિલાઓ માટે કાયદાકીય માહિતી આપી હતી. “સખી” વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ અને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વલસાડના સ્ટાફ દ્વારા તેમની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. ‘‘પ્રતિકાર’’ ફિલ્મ દ્વારા કાયદા વિશેની જાણકારી પણ આપવામાં આવી હતી.

આ સેમિનારમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.વસાવા, રેમન્ડ કંપનીના એચ આર. ડિપાર્ટમેન્ટના બી.એન.સિંહ, રેમન્ડ કંપનીના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના અજય જૈન, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનનો સ્ટાફ અને રેમન્ડ કંપનીમાં ફરજ બજાવતી બહેનો હાજર રહી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!