ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લાનાં સ્ટેટ માર્ગ-મકાન વિભાગ હસ્તક આવતાં આહવાથી સુબીર રોડ પર કરંજડા પુલનું વર્ષોથી નવીનીકરણ કે રિપેરીંગ ન થતાં પુલ જર્જરિત બની ગયો હતો. જેથી સ્ટેટ માર્ગ-મકાન દ્રારા કરંજડા પુલનાં રિપેરીંગ કામગીરી એજન્સી સોંપી છે.
જે એજન્સીનાં સંચાલકો દ્રારા હાલ કરંજડા પુલનાં કામગીરીમાં મેલી રેતી, સિમેન્ટ સાથે નિમ્નકક્ષાનું મટીરીયલ ઉપયોગમાં લેવાઈ રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. કોલમમાં જરૂરી સિમેન્ટ કોક્રીટ માલ વાપરવામાં ન આવી બેદરકારી ભર્યું કામ કરાતાં સળિયા બહાર દેખાઈ રહયાં છે.
જે-તે સમયે બાધકામમાં વપરાયેલ પથ્થરો પણ ઊપસી આવ્યાં છે. કોન્ટ્રાકટર દ્રારા પુલનાં રિપેરીંગનાં કામમાં વેઠ ઊતારી પોતાનાં અધિકારીઓનાં ગજવા તો ભરશે. પરંતુ સરકાર દ્રારા જે હેતું માટે રૂપિયા ફાળવવામાં આવ્યાં છે તે પાણીમાં જશે.