મુંબઈમાં વાપીના અખબારના તંત્રી- નિવાસી તંત્રીને કચ્છ શક્તિ(પત્રકાર રત્ન) નેશનલ એવોર્ડ એનાયત

ગુજરાતએલર્ટ | વલસાડ
મુંબઈના જાહેર જીવનમાં અને ગુજરાતી સમુદાયમાં દાયકાઓથી જાણીતા કચ્છ શક્તિના તંત્રી શ્રી હેમરાજભાઈ શાહ ના નેતૃત્વ હેઠળ દર વર્ષે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ ની ઉજવણી નિમિત્તે એની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ‘કચ્છ શક્તિ એવોર્ડ’ એનાયત સમારોહ યોજવામાં આવે છે. સતત 45 વર્ષથી યોજાતા આ કાર્યક્રમ હેઠળ આ વર્ષે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષના નેશનલ સ્ટોક એક્સચેન્જના હોલમાં એનો ભવ્ય અને કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં 20 જેટલા કચ્છ સાથે નાતો ધરાવતા કચ્છી માડુ અને વિવિધ શ્રેણીમાં કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો આ પ્રસંગે વાપીથી છેલ્લા 27 વર્ષથી પ્રસિદ્ધ થતા દૈનિક અખબાર “દમણ ગંગા ટાઈમ્સ “ના તંત્રી શ્રીમતી મંજુલાબેન ઉકાણી અને નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાયને આ વર્ષનો “કચ્છ શક્તિ (પત્રકાર રત્ન) નેશનલ એવોર્ડ- 2024” એનાયત કરવામાં આવ્યો.
આ એવોર્ડ રાજ્યના માજી નાણામંત્રી અને કચ્છી અગ્રણી શ્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહના હસ્તે અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નિર્માતા નિર્દેશક શ્રી આસિતભાઈ મોદી તથા ‘કચ્છ શક્તિ’ના તંત્રી શ્રી હેમરાજભાઈ શાહ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક દબદબા ભર્યા કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!