ગુજરાત એલર્ટ । વલસાડ
કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે એમના પિતા વિકાસ પરમાર સારા એવા ક્રિકેટર છે. પિતાના નકક્ષે કદમ પર ચાલી ક્રિષ્ના પરમાર બચપનથી જ ભણવાની સાથે સાથે ક્રિકેટમાં પણ એટલો જ રસ ધરાવતો હોય નાનપણથી જ ક્રિકેટ રમવાનું ડુંગરીમા ટીમ સાથે શરૂ કર્યું હતું.
પારડીની શ્રી વલ્લભ આશ્રમ સ્કૂલમાં અભ્યાસ કરતા ક્રિષ્નાએ ઓલ ઇન્ડિયા IPSC ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓલ રાઉન્ડર દેખાવ કરી ડિસ્ટ્રીક લેવલ સુધી પહોંચ્યો હતો. જ્યાંથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 14 ની ટીમની પસંદગી માટે ઓલ રાઉન્ડર એવા ક્રિષ્ના પરમાર પર નજર પડતા એની ગુજરાત રાજ્ય અંડર 14 ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે.
ગુજરાત રાજ્ય અંડર 14 ક્રિકેટ ટીમમાં પસંદગી પામી ક્રિષ્ના પરમારે માતા પિતા , પરિવાર તથા અભ્યાસ કરતા વલ્લભ આશ્રમ સ્કૂલનું નામ રોશન કર્યું છે.
ક્રિષ્ના પરમારની ગુજરાત રાજ્ય અંડર 14 ક્રિકેટ ટીમમાં પસંદગી થતા વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ સીલેકટરો તેમજ સેકેટરી જનક દેસાઇએ ખાસ શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે વલ્લભ આશ્રમ સ્કુલના ટ્રસ્ટી દિનેશભાઈ સાકરીયા અને શિક્ષકોએ શુભેચ્છાઓ આપી હતી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અંડર ૧૪ ટીમમાં પારડીના ખેલાડીની પસંદગી થતા વલસાડ જિલ્લાના ક્રિકેટપ્રેમીઓને ખુશીની લહેર જોવા મળી હતી.