ગુજરાત એલર્ટ | વલસાડ
ઇનર વ્હીલ ક્લબ ઓફ બલસારની ડિસ્ટ્રિક્ટ ચેરમેનની ઑફિસિયલ વિઝીટ તા.૨૮/૧૧/૨૪ ના રોજ રોટરી હોલ પર યોજાઇ હતી. આ વિઝીટ દરમ્યાન ઇનર વ્હીલ ક્લબ દ્વારા “હુંફ” પ્રોજક્ટ કરવામાં આવ્યો હતો.
આ “હુંફ” પ્રોજક્ટમાં સગર્ભા સ્ત્રીઓને કીટ જેમાં ઘી, ગોળ, રવો, ચણા, પ્રોટીન પાવડર કેલ્શિયમ સિરપ અને નાના બાળકોને વિટામીન સીરપ આપવામાં આવ્યા હતા. આ પ્રોજક્ટ વિજલપોર ગામે કર્યો હતો.
આ પ્રોજક્ટમાં ડિસ્ટ્રિક્ટ ચેરમેન ભાવિતા, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી સ્નેહા ભગત, PDC મમતાબેન, ડૉ. શૈલજાબેન, પ્રેસિડન્ટ મનીષા દેસાઈ, સેક્રેટરી PP મનીષા મિસ્ત્રી, ટ્રેઝરર રાજેશ્રી ઉમરે, IPP નેહા ભરૂચા, ISO મીતા ભટ્ટ, વાઇસ પ્રેસિડેન્ટ મીતા ભાનુશાલી, એડિટર અલ્પા સોની E.C. મેમ્બરો અને રોટરી ક્લબના સભ્યો હાજર રહ્યા હતાં.