ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના વેલવાચ ગામે ગુજરાત સરકારના આત્મા વિભાગ દ્વારા કિશાન ગોષ્ઠિ અને જીવામૃત વિતરણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષપદે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી. એન. પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની દ્વારા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હરિયાણાના કુરુક્ષેત્ર ખાતેના પ્રાકૃતિક ખેતીના ફાર્મની મુલાકાતના અનુભવોની ચર્ચા કરી આજના સમયમાં પ્રાકૃતિક ખેતી કેટલી મહત્વની છે તે વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી. ખેડૂતો ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતી કરતા થાય અને જમીનનું સ્વાસ્થય પણ સાચવે તે માટે ૨ હજાર લીટર જીવામૃતનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.