ખેરગામ
હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા અને તાલુકા કક્ષાના સંગઠનમા પ્રભારી વિવિધ હોદ્દેદારોની નિમણૂકનો કરી કાર્યકર્તાઓ દ્વારા છેવાડાના માનવી સુધી સરકારની સિદ્ધિ કાર્યરીતિ પહોંચાડવામાં આવે છે.
ગુજરાત ભાજપના નવસારી જિલ્લાના સંગઠન પ્રભારી અને પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ તથા સંગઠન પ્રભારી રણજીત ચીમના, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ વિગેરે સાથે ચર્ચા વિચારણાઓ થયા બાદ ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચુનીભાઈ પટેલ તથા મહામંત્રી સર્વશ્રી શૈલેષ ટેલર અને લિતેશ ગાંવિતની સહમતિથી ૯ મોરચાના પ્રમુખો અને ૫૪ વિવિધ હોદ્દેદારોની નિમણૂક જાહેર થઇ છે. જેને ભાજપાના કાર્યકરોએ આવકારી છે.
સુરજ પટેલ
નિશાંત પરમાર
ધર્મિષ્ઠાબેન ભરૂચા
ભગવત પટેલ
ખોજેમ વ્હોરા
યુવા મોરચાના પ્રમુખ તરીકે વાડના ચેતન પટેલ, મહામંત્રી પદે સુરજ પટેલ, મહિલા મોરચાના પ્રમુખપદે ખેરગામના માજી ઇ.સરપંચ ધર્મિષ્ઠાબેન ભરૂચા, અનુસૂચિત જાતિના મોરચા પ્રમુખ તરીકે વકીલ નિશાંત બાબુભાઈ પરમાર, અનુસૂચિત જનજાતિ આદિવાસી મોરચાના પ્રમુખપદે ખેરગામનાં માજી ડે. સરપંચ મંગેશ ઉર્ફે ભગવત બચુભાઈ પટેલ-ખેરગામ, બક્ષી પંચના પ્રમુખપદે દિનેશ ભીખુભાઈ પટેલ-વાડ, કિસાન મોરચાના પ્રમુખપદે નારણભાઇ બુધાભાઈ પટેલ-બહેજ અને લઘુમતી મોરચા પ્રમુખ તરીકે ખોજેમ ઈસ્માઈલ વ્હોરાની નિમણૂક થઈ છે જેમની સાથે ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રીપદે ૫૪ હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે. જેથી ભાજપી કાર્યકરોમાં ઉત્સાહ ફેલાયો છે અને એકમેકને અભિનંદન પાઠવી રહ્યા છે.