ગુજરાત એલર્ટ । ખેરગામ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સૌપ્રથમ વખત મૅના પહેલા ભાગમાં પરિણામ જાહેર કરવામાં આવતા વાલી વિદ્યાર્થીઓમાં આનંદ સાથે રાહત પ્રસરી છે. જેમાં ખેરગામની જનતા માધ્યમિક શાળામાં સામાન્ય પ્રવાહમાં ૧૩૨ માંથી ૧૨૨ ઉત્તીર્ણ થતાં ૯૨.૪૨ ટકા સૌપ્રથમ વખત ઊંચું પરિણામ આવ્યું છે. એકથી ત્રણમાં કન્યાઓ જ સફળ થઈ છે. પ્રથમ ક્રમે અમૃતા યાદવે(૭૦૦/૬૧૦ ગુણ) ૮૭.૧૪ ટકા સાથે એ-૨ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, બીજા ક્રમે શિલ્પા રાજપુરોહિતે ૮૬.૭૧ ટકા સાથે અને ત્રીજા ક્રમે ભૂમિ રાકેશ પટેલ ૮૫.૮૬% સાથે એ ટુ ગ્રેડમાં સહભાગી થયા છે.
વિજ્ઞાનપ્રવાહમાં એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર કેનિલ નવીનભાઈ પટેલ(વાવ- પાનેરીયા ફળિયુ) ૬૫૦/૫૮૮ ગુણ- ૯૦.૪૬ ટકા સાથે શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. બીટુ ગ્રેડમાં રાજાનુરીસિદ્દિકી ૭૫.૧૪ અને ત્રીજા ક્રમે શ્રેયાંશુએ ૭૪.૪૨ ટકા પ્રાપ્ત કર્યા છે. સફળતા હાંસલ કરનારાને આચાર્ય આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.