ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામ આહિર યુથ ફોર્સ દ્વારા આજરોજ રંગેચંગે વિઘ્નહર્તા ગણેશજીને વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
ખેરગામ આહિર યુથ ફોર્સ દ્વારા ખેરગામના દશેરા ટેકરી ઉપર સ્થાપિત કરવામાં આવેલા ગણેશજીની પ્રતિમાની આજરોજ રંગેચંગે વિસર્જનયાત્રા કાઢવામાં આવી હતી. જે ખેરગામના દશેરા ટેકરીથી નાધઇ ભૈરવી ચાર રસ્તાથી શ્રીજી રેસ્ટોરન્ટથી પરત દશેરા ટેકરી પર આવી બહેજ રૂપા ભવાની માતાના મંદિર પહોંચી હતી.
પૂજા અર્ચના કરી ભક્તો દ્વારા ગણેશજીને ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી. જેમાં ખેરગામ, બહેજ, રૂજવણી, બાવળી ફળિયા સહિતના આહીર સમાજના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ગણેશજીને બહેજ રોડ રૂપાદેવી મંદિર સ્થિત તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન બાદ સૌએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.