ગુજરાત એલર્ટ । વલસાડ
કપરાડા તાલુકાના ધોધડકુવા ગામમાં નિશાળ ફળિયા ખાતે રહેતા અને કપરાડાના મંદિર ફળિયામાં મિકેનીકનો ધંધો કરતા વિરેન્દ્રકુમાર નંદકુમાર શાહ (મૂળ રહે. પોજીભુઆલપુર, તા. મઢવાળા, જિ.છાપરા, બિહાર)ની ૧૮ વર્ષીય પુત્રી ખુશ્બુ તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સવારે ૮ કલાકે ઘરેથી કપરાડા મામલતદાર ઓફિસમાં આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માટે જાઉં છું એમ મમ્મીને કહીને ગઈ હતી. જે આજદિન સુધી ઘરે પરત ન ફરતા પિતાએ કપરાડા પોલીસ મથકે જાણ કરી હતી. ગુમ થનાર ખુશ્બુએ લીલા કલરની કુર્તી અને લાલ કલરની લેગીસ અને ગળામાં ક્રીમ કલરનો દુપટ્ટો પહેરેલો છે. જે મધ્યમ બાંધો, ઘઉં વર્ણ અને પાંચ ફૂટ એક ઈંચ ઉંચાઈ ધરાવે છે. જે હિન્દી અને ગુજરાતી ભાષા બોલે છે. જે કોઈને પણ તેની ભાળ મળે તો એ.એસ.આઈ. ગૌતમભાઈ કાળુભાઈને મો.નં. ૯૭૨૬૨૮૦૮૯૨ અને કપરાડા પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૬૩૩-૨૨૦૦૩૩ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.