ગુજરાત એલર્ટ । ખેરગામ
ખેરગામ તાલુકાના વાડ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચેતન પટેલ અને ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ અને સામાજિક અગ્રણી દિનેશભાઈ પટેલ દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ નિમિતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે ડૉ.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી.
જેમાં 12 જેટલી ટીમે ભાગ લીધો હતો. ક્રિકેટની અંતિમ ફાઇનલમાં પપ્પુ ઇલેવન અને જીતુ ઇલેવન વચ્ચે રમાઈ હતી.જેમાં પપ્પુ ઇલેવને પ્રથમ બેટિંગ કરી 8 ઓવરમાં 62 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જેના જવાબમાં જીતુ ઇલેવન સાત ઓવરમાં રન ચેસ કરી ફાઇનલનો તાજ પોતાના સીરે કર્યો હતો. જેમાં મેન ઓફ ધ સિરીઝ સાવન પટેલ બેસ્ટ ફિલ્ડર યુવા ભાજપ પ્રમુખ ચેતન રહ્યા હતા. જેમાં ખેરગામ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ટેલર પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પ્રશાંતભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી ક્રિકેટ યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.