JCI વાપીએ વિશ્વ રક્તદાતા દિવસે રકતદાન શિબિરનું આયોજન કર્યું

વાપી
જેસીઆઈ વાપીના પ્રમુખ જેસી ડૉ. અંકિતા ભટ્ટના સફળ નેતૃત્વ હેઠળ વિશ્વ રક્તદાન શિબિરનું આયોજન લાયન્સ બ્લડ બેક ખાતે કરાયું હતું. જેના મુખ્ય અતિથી દર્પણભાઈ ઓઝા (વાપી નગરપાલિકા ચીફ ઓફીસર)ના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કેમ્પનું ઉદ્ઘાટન કરી તેઓ પ્રથમ રકતદાતા રહ્યા હતાં. આ ઉપરાંત રકતદાન શિબિરમાં ઘણા નવા રક્તદાતાએ ભાગ લીધો હતો. જેઓએ પહેલી વાર રકતદાન કર્યું હતું. જેસીઆઈ વાપીએ લાયન્સ બેંકના સહયોગથી એક નવા પ્રોજેક્ટની ઘોષણા કરી. જે અંતર્ગત થેલેસેમિયાના દર્દીઓને મફત લોહીના યુનિટ આપી સહકાર આપવાની એક સુંદર પહેલ કરી હતી. કાર્યક્રમમાં બલ્ડ બેંક કેતનભાઈ જોશી, વીઆઈએ પ્રમુખ કમલેષભાઈ પટેલ, ડૉ. પ્રતિક પરમાર (પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ) પૂર્વ પ્રમુખ જેસી મયુર શાહ, જેસી યોગેશ પંચાલ , જેસી ડૉ પરીત ભટ્ટ, તેમજ સભ્ય, જેસી અમિત પટેલ, જેસી હેતલ હાજર રહ્યા હતા. હાલના કપરા સમયમા જીસીઆઈએ બ્લડ યુનિટ એકત્રિત કરી બલ્ડબેંકને સહયોગ આપતાં જેસીઆઈની કામગીરીની સરાહના કરાઈ હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!