રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલી : તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા

આરોગ્ય સચિવ જયંતિ રવિએ અરજી કરતા કેન્દ્રની મંજૂરી : જયંતિ રવિ મૂળ તમિલનાડુના ચેન્નાઈના વતની: 3 વર્ષના ડેપ્યુટેશન પર મોકલવાની પ્રપોઝલ કેન્દ્રમાં કરાઈ હતી અમદાવાદ :ગુજરાતના 1991ની બેચના આઈએએસ અધિકારી અને ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલી થઈ છે. તેમને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. કોરોનાના કપરા કાળમાં તેઓ સતત સ્થિતિનું મોનિટરીંગ કરી રહ્યા હતા. આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માટે અરજી કરી હતી જેને કેન્દ્ર દ્વારા 24 મેના રોજ મંજૂર કરવામાં આવી હતી. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ 1991ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. આરોગ્ય અગ્ર સચિવ પહેલા તેઓ રાજ્યના હેલ્થ કમિશ્નર તરીકે સેવા આપી ચુક્યા છે. તેમણે સતત બે વર્ષ રાજ્યમાં ગ્રામીણ સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત મિશનનું નેતૃત્વ કર્યું હતુ. તે હાલમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ પદે જવાબદારી સંભાળી રહ્યા હતા.જયંતિ રવિને કેંદ્રના પ્રતિનિધિ તરીકે તમિલનાડુના એરોવિલ ફાઉંડેશનના સેક્રેટરી બનાવાયા છે. જયંતિ રવિને 3 વર્ષના ડેપ્યુટેશન પર મોકલવાની પ્રપોઝલ કેન્દ્રમાં કરવામાં આવી હતી જેને મંજૂરી મળી છે. જયંતિ રવિ મૂળ તમિલનાડુના ચેન્નાઈના વતની છે. તેમણે 15 સપ્ટેમ્બર 1991ના રોજ આઈએએસ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. સાબરકાંઠાના ટીડીઓ તરીકે જયંતિ રવિએ ગુજરાતમાં કારર્કિદીની શરુઆત કરી હતી. તેઓ પંચમહાલના કલેક્ટર રહી ચુક્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!