જામનપાડા પ્રા. શાળા ખો-ખો માં જિલ્લામાં પ્રથમ: ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું: હવે રાજ્યકક્ષાએ જશે

ગુજરાત એલર્ટ | ખેરગામ
ગણદેવી તાલુકાના ખારેલ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભ-૨.૦ રમતોત્સવમાં ખેરગામ તાલુકાની જામનપાડા પ્રાથમિક શાળાની વય ૧૪ નીચેની કન્યાઓએ ખો-ખોની રમત સ્પર્ધામાં નવસારી જિલ્લા કક્ષાએ નવ ટીમ વચ્ચે પ્રથમ સ્થાન મેળવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું છે. હવે આ ટીમ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રદર્શન કરશે.
શાળાના આચાર્ય અમરતભાઈ પટેલ, શાળાના શિક્ષક-કૉચ સુરેશભાઈ પટેલ, શિક્ષકો અરુણભાઈ, મયુરભાઈ અને રાજેશભાઈ પટેલ સાથે શાળાના સ્ટાફને તથા ગ્રામજનો આગેવાનોએ વિજેતા બાળકીઓને અભિનંદન પાઠવ્યા હતા. ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ રવાભાઈ પટેલે આચાર્ય બાળાઓને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ કૌવત બતાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!