જેલ અદ્વિતિય રસપ્રદ પુસ્તક: રાજયના મુખ્ય પોલીસ વડાને અર્પણ કરતા ગુજરાતના જેલ વડા:આઝાદી સંગ્રામ લડતના ઘડવૈયા ગાંધીજી, સરદાર સહિતના મહાનુભાવોના જેલ જીવનની અદ્દભુત વાતો, કેદીઓને આત્મનિર્ભર બનાવવા રાષ્ટ્રિય લેવલે નોંધ લેવાયેલ તેની આજ સુધી ભાગ્યે વાચી હોય તેવી વાતો આ પુસ્તકમાં છે

અમદાવાદ: આઝાદી સંગ્રામના લડવૈયાઓ કે જેઓએ ગુજરાત અર્થાત્ સાબરમતી જેલમાં રાખવામાં આવેલ તેવી ઐતિહાસિક સ્મૃતિઓ અને આજ સુધી ભાગ્યે જ જાણી હોય તેવી અદભૂત વાતો સાથે ગુજરાતની જેલોમાં કેદીઓને આત્મ નિર્ભર બનાવવા ચાલતા કરોડોના ટર્ન ઓવરવાળા ઉદ્યોગો સહિતની રસપ્રદ માહિતી સાથેના પુસ્તક જેલ ગુજરાતના મુખ્ય પોલિસવડા આશિષ ભાટિયાને આ પુસ્તકના લેખન સંકલનકાર એવા ગુજરાતના જેલવડા દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.
અત્રે યાદ રહે કે આ અલભ્ય પુસ્તક સિનિયર આઇપીએસ અને એડી.ડીજી લેવલના ડો.કે. એલ.એન.રાવ દ્વારા પોતાની ટીમના સહયોગ સાથે અને મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. જેનું વિમોચન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હસ્તે ગૃહમંત્રી પ્રદીપસિહ જાડેજા, તત્કાલીન એડી.ચીફ સેક્રેટરી હોમ અને હાલના ચીફ સેક્રેટરી પંકજ કુમારની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. મુખ્ય મંત્રી દ્વારા ગુજરાતની જેલોમા ડો.કે.એલ. એન.રાવ ટીમ દ્વારા ચાલતી અને દેશભરમાં જે કામગીરી બદલ ગુજરાતને પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો તેની સહર્ષ નોંધ લીધી હતી. પ્રદીપ સિહ જાડેજા અને પંકજકુમાર પણ આફ્રિન પોકારી ખાસ અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલને પણ ડો. રાવ તથા કેદીઓને આત્મ નિર્ભર પ્રોજેકટ માટે સતત સહયોગ આપતા શ્રીમતી ઇન્દુ રાવ દ્વારા અર્પણ થયેલ.

Share this post

error: Gujarat Alert Content is protected !!