અમદાવાદ: રાજયસભાનાં સાંસદ અને કોંગ્રેસના ધરખમ નેતા શ્રી શકિતસિંહ ગોહિલ ઉજજૈનમાં ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લીધો હતો. વિશ્વ વિખ્યાત ભગવાન મહાકાલના મંદિરે માથુ ટેકવ્યું હતું. નિજ દર્શનનો લાભ લઈ તેઓએ એક ટ્વીટ કરી કહ્યું કે ‘મધ્ય પ્રદેશના ઈન્દોર, દેવાસ અને ઉજજૈનના કોંગ્રેસ પરિવારના સાથિયોનો પ્રેમ માટે ખૂબ- ખૂબ ધન્યવાદ’. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને શહેર કોંગ્રેસના ધુરંધર નેતા શ્રી ઈન્દ્રનિલભાઈ રાજયગુરૂ તેમજ શ્રી જનકભાઈ ત્રિવેદી તથા અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.