વલસાડ
વલસાડ નજીકના હનુમાન ભાગડા ભદેલી ગામે ઔરંગા નદીમાંથી કિશોર પ્રોજેક્ટ નામની એજન્સીએ નદીમાંથી પસાર થતા હાઈ ટેન્શન લાઈન થાંભલા થી ૨૦૦ મીટર દૂરથી ડ્રેજીંગ કરવાના બદલે માત્ર ૨૦ મીટર થાંભલા થી દુર રાખી બિન્દાસ રેતી કાઢી રહ્યા છે. આવનારા દિવસોમાં હાઇટેન્શન લાઇન તૂટી પડે તો નવાઈની વાત નથી.
વલસાડ નજીકના હનુમાન ભાગડા અને ભદેલી ગામેથી ઔરંગા નદી પસાર થાય છે. ઔરંગા નદી છીછરી હોવાના કારણે ચોમાસાના સિઝનમાં વરસાદી પાણીના ભરાવાના પગલે નદી કિનારે આવેલા હનુમાન ભાગડા, લીલાપોર, તથા વલસાડ શહેર ના નીચાણવાળા વિસ્તારો માં રેલના પાણી ફરી વળતા હોય છે. જેના કારણે લોકોએ ભારે તકલીફો વેઠવી પડે છે. વલસાડની ઔરંગા નદીમાં ડ્રેજીગ કરી ઊંડું કરી નદી કિનારે પાળા બનાવવા માટે સરકાર દ્વારા અમદાવાદની કિશોર પ્રોજેક્ટ, વલસાડના મુકેશભાઈ ઓડ તથા અન્ય એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. વલસાડ ઔરંગા નદીમાં ડ્રેજીંગ કરવાના નામે એજન્સીના સંચાલકો મોટા મોટા મશીનો મૂકી રાતદિવસ રેતી કરતા હોય છે. જ્યારે નદી કિનારે પાળા બાંધવાનું કામ કરવામાં આવ્યું નથી. તો બીજી તરફ અમદાવાદની કિશોર પ્રોજેક્ટરની એજન્સીએ ઔરંગા નદી માંથી હાઇટેન્શન લાઇન પસાર થાય છે. હાઇટેન્શન લાઇન, ચેકડેમ, સ્મશાન રહેણાંક વિસ્તાર હોય ત્યાંથી ૨૦૦ મીટર દૂર કામ શરૂ કરવાનો હોય છે ત્યારે અમદાવાદની કિશોર પ્રોજેક્ટના સંચાલકોએ વલસાડની ઔરંગા નદીમાંથી પસાર થતો હાઇટેન્શન ના થાંભલા થી ૨૦૦ મીટર દૂર ના બદલે માત્ર ૨૦ મીટર દૂર મશીન મૂકી રાતદિવસ બિન્દાસ રેતી કરી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં હાઇટેન્શન લાઇન તૂટી પડે તો નવાઈ ની વાત નથી.