વલસાડ
વલસાડ સિવિલ હોસ્પિટલના 150 ઇન્ટર્ન ડોક્ટરો આજરોજ ફરીથી કોવિડ ઇન્સેન્ટીવના મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા જેને લઇ ફરીથી સિવિલ હોસ્પિટલના તબીબીની વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી વલસાડ G.M.E.R.S મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોને કોરોના સમયે ડ્યૂટી કરવા બદલ તેમને વધારાનું રૂ. 5 હજારનું ચૂકવણૂ કરવાનો વાયદો સરકારે કર્યો હતો, પરંતુ હજુ સુધી આ ચૂકવણી સરકાર દ્વારા કરાઇ નથી. જેના કારણે આ ડોક્ટરો હડલાત પર ઉતર્યા હતા. અગાઉ પણ આ ડોક્ટરો ઇન્સેન્ટીવ માટે હડતાલ પર ઉતરી ચૂક્યા હતા, પરંતુ દર વખતે તેમને વાયદા કરી મનાવી લેવાતા હતા અને તેની ચૂકવણી કરાતી ન હતી. જેના કારણે આજરોજ ફરીથી આ ડોક્ટરો પોતાના હક માટે હડતાલ પર ઉતર્યા છે