કંપનીમાંથી ગાડી લઈને ઘરે જવાની જગ્યાએ દમર્ણ થી દારૂ ભરીને સુરત લઈ જતા ૪ જર્ણા ઝડપાયા

વલસાડ
. વલસાડના ઘરમપૂર ચોકડી ઓવરબ્રિજ તથા અતુલ હાઈવે પરથી એલસીબી પોલીસની ટીમે કંપની માથી નવી લઈને આવેલા નંબર વગરની હેક્ટર ત્રર્ણ અલગ અલગ કારમાંથી ૪.૨૨ લાખનો ઇંગલિશ દારૂ સાથે સુરતના પતિ પત્ની તથા અન્ય ૨ મળીને ચારની ધરપકડ કરી છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે હાઇવે પરથી દારૂ ભરેલી કાર જવાની હોય જે બાતમીના આધારે વલસાડ એલસીબી પોલીસની ટીમે વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નેશનલ હાઇવે 48 ઉપર વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાળી નંબર વગરની નવી નકોર હેક્ટર કાર આવતા જોતા પોલીસે કાર અટકાવી હતી કારમાં તપાસ કરતાં રૂપિયા ૧.૧૩.૧૦૦ ઇંગ્લિશ દારૂ બોટલ નંગ ૨૪૯ મળી આવી હતી અને કારમાંથી પોલીસે સુરત ચોર્યાસીમા રહેતા પતિ પત્ની સુનિલ ઉફે સુનીયો પ્રવીણ કોળી પટેલ અને માયાબેન સુનિલભાઈ કોળી પટેલ આ બંનેને ઝડપી પાડયા હતા જ્યારે અન્ય બનાવમાં વલસાડ નજીકના અતુલ ફર્સ્ટ ગેટ નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાળી નંબર વગરની હેક્ટર નવીનક્કોર કાર આવતા જોતા પોલીસે અટકાવી હતી કારમાં તપાસ કરતા રૂપિયા ૧.૨૯.૭૦૦ નો ઇંગ્લિશ દારૂ બોટલ ૨૮૧ મળી આવી હતી પોલીસે સુરત ચોયાસી માં રહેતા કારચાલક ધવલ દલપત ભાઈ પટેલ અને.મહેશ ભગવતી ભાઈ પટેલ આ બંને જણા ઝડપાઈ ગયા હતા જ્યારે બંને હેક્ટર કાર કંપનીમાંથી લઈને દારૂ ભરીને સુરત લઈ જતા હતા વલસાડ પોલીસના હાથે ઝડપાઇ ગયા છે જયારે અન્ય બનાવમાં વલસાડના કુંડી ઓવર બ્રિજ નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાળી કાર નંબર જીજે 15 સીડી ૪૩૦૮ આવતા જોતા પોલીસે નાકાબંધી કરી દીધી હતી જેથી કાર ચાલક કાર મુકીને ભાગી છૂટ્યો હતો અને પોલીસે કારમાં તપાસ કરતા રૂપિયા ૧.૮૦.૫૦૦ નો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ ૬૯૪ મળી આવી હતી પોલીસે કારચાલક વોન્ટેડ જાહેર કર્યો હતો જ્યારે વલસાડ એલસીબી પોલીસ ના એ.એસ.આઇ રૂપસિંગ નંદ રિયા . નિતીન બાબુલાલે . વિજય શાલીગ્રામ .સ્વપ્નિલ હેમંતભાઈ પોલીસે ત્રણ કાર અને ઇંગ્લિશ દારૂ મળીને કુલ્લે ૨૯.૪૮.૮૦૦ મુદ્દામાલ જપ્ત કર્યો છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!