નવી દિલ્હી : પેટ્રોલિયમ કંપનીઓએ મહિનાના પહેલા દિવસે જ રસોઇ ગેસના ભાવમાં વધારો કરી દીધો છે. સબસિડી વગરના ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ઙાવમાં 25 રૂપિયાનો વધારો કરી દીધો છે. જ્યારે 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 75 રૂપિયાનો વધારો થયો છે.આ વધારા પછી દિલ્હીમાં રાંધણ ગેસના 14.2 કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ 884.5 રૂપિયા થઈ ગયો છે. જ્યારે 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 75 રૂપિયાના વધારો થયો છે અને દિલ્હીમાં આની કિંમત 1693 રૂપિયા થઈ ગયા છે. ઉલ્લેખનિય છે કે તેલ કંપનીઓ દર મહિને પહેલા અને પંદર તારીખે રસોઈ ગેસના ભાવની સમીક્ષા કરે છે. આના પહેલા 1 જૂલાઈએ તેલ કંપનીઓએ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો.
માત્ર 15 દિવસમાં જ સબસિડી વગરના એલપીજી સિલેન્ડરનો ભાવ 50 રૂપિયા વધી ગયો છે. સબસિડીવાળા 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ગુજરાતમાં વર્તમાનમાં સબસિડીવાળો ગેસનો સિલિન્ડર 910 રૂપિયામાં મળી રહ્યો છે. અસલમાં પાછલા એક વર્ષથી પણ વધુ સમયથી સરકાર તરફથી કોઈ જ સબસિડી આપવામાં આવી રહી નથી.