નવી દિલ્હી: ભારતની સૌથી મોટી ઉંમરના બસંત કૌરનું નિધન થયું છે. પરિવારના કહ્યાં અનુસાર તેમની ઉંમર ૧૩૨ વર્ષ હતી અને વોટર આઇડી કાર્ડમાં ૧૨૪ તેમ છતાં તે ભારતના સૌથી મોટી ઉંમરના વ્યકિત હતા.
બસંત કૌર જલંધરના સાબૂવાલ ગામના રહેવાસી હતી. હેરાનીની વાત તો તે છે કે તે કયારેય ડાઙ્ખકટર પાસે ગયા નથી. આટલી ઉંમર હોવા છતાં તેમને ગળ્યું ખાવું ગમતું હતું, તેમને કોઇ શુગર કે બ્લડ પ્રેશર કોઇ જાતની બીમારી નહોતી. કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે તેમણે પરિવાર સાથે ભોજન લીધુ અને ૧૫ મિનીટ બાદ તેમનું નિધન થયું હતુ.
બસંત કૌરના પતિ જવાલા સિંહનું નિધન ૧૦૫ વર્ષની ઉંમરમાં ૧૯૯૫માં થયુ હતુ. તેમના ૫ બાળકોનું પણ નિધન થયુ છે. તેમનો મોટો દિકરો ૯૫ વર્ષની વયે ગુજરી ગયો હતો. બસંત કૌર હંમેશા પોતાને કોસતી હતી કે ભગવાન મને ભૂલી ગયો લાગે છે. મારા બાદની ૨ પેઢીના લોકો દુનિયા છોડી ગયા છે પરંતુ હું હજુ જીવી રહી છું.
બસંત કૌર ત્રણ સદી જોનારી ભારતની પહેલી મહિલા છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં થયો હતો અને લગ્ન ૨૦મી સદીમાં થયા હતા. ૨૧મી સદી જોઇને તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. તેમણે બ્રિટીશ રાજથી લઇને ભારત-પાકિસ્તાન વિભાજન પણ જોયું છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનની લડાઇ બાદ તે બાળકોને લઇને પિયર જતાં રહ્યાં હતા જયારે તે પરત ફર્યા તો તેમને મુસ્લિમ પાડોશીઓ પાકિસ્તાન જતા રહ્યાં હતા.
બસંત કૌરનો સૌથી નાનો દિકરો સરદારા સિંહ અને પત્ની કુલવંત કૌરનું કહેવું છે કે અમે કિસ્મતવાળા છીએ કે તેમની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. તેમણે કયારેય હિંમત હારી નથી. હવે ખબર નહી આગળ શું થશે. બસંત કૌર પોતાની ૫મી પેઢી સાથે રહેતા હતા