અર્પણ,તર્પણ અને સમર્પણથી ભારતની સંસ્કૃતિ વિશ્વની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે: પ્રફુલભાઈ શુક્લ

ખેરગામ
ત્યાગીને ભોગવવાની વિચારધારા વાળી અર્પણ-તર્પણ અને સમર્પણથી ભરેલી ભારતની સંસ્કૃતિ વિશ્વની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે.” કોરોના મૃતકોના સ્મરણાર્થે ખેરગામમાં યોજાયેલ ફેસબુક ઓનલાઈન ભાગવતકથામાં આજે કથાકાર પ્રફુલભાઈ શુકલએ ઉચ્ચાર્યા હતા. ગં. સ્વ. લીલાબેન મકનજીભાઈ પટેલના પરિવાર દ્વારા ભાગવત યજ્ઞ કરવામાં આવ્યો હતો. રામપુરા-ખરવાસાના રમેશભાઈ જગુભાઈ પટેલ દ્વારા ટેલીફોનિક સંકલ્પથી પોથીપૂજન કરવામાં આવ્યું હતું. શ્રી આત્મનિવૃતાનંદજી (મહાત્મા) વલસાડ આશ્રમના પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા અને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. વલસાડના જીમીભાઈ વૈદ્ય અને વિપુલભાઈ પટેલ દ્વારા શ્રી કૃષ્ણજન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. એડવાન્સ આયુર્વેદ પ્રોડક્ટના મંજુલાબેન પટેલ સુરત અને લાખાભાઈ વાઘ દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું. પ્રિ.ભરતભાઈ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ‘નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી’ ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વ્યાસપીઠ પરથી પ્રફુલભાઈ શુક્લએ કહ્યુ હતુ કે બડી દેર ભઈ નંદ લાલા ….આજે આખું વિશ્વ તારી રાહ જોયે છે. હે કૃષ્ણ જલ્દી આવો અને સંસારને સુખની અનુભૂતિ કરાવો. પારણાની સાથે હદયમાં પણ ભગવાનનું પ્રાગટય થવું જોઈએ. આવતીકાલે ભાગવત કથામાં શ્રી ગોવર્ધન પૂજાનો ઉત્સવ ઉજવવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!