વલસાડ જિલ્લાના ધરમપુરમાં સર્પદંશના બનાવો અવાર નવાર બનતા રહેતા હોય છે ધરમપુરમાં છેલ્લા 6 મહિનામાં સર્પદંશના 607 કેસ બહાર આવ્યા

તમામ દર્દીઓએ ધરમપુરના ડો.ડી.સી.પટેલ પાસે સારવાર લીધી હતી જ્યારે આ સાપોને અનિમલ સેવિંગ સોસાયટી ઉનાઇ દ્વારા તેને પકડી જંગલમાં છોડવાનું કામ કર્યું છે

ધરમપુર:ધરમપુરના જંગલ વિસ્તારમાં સર્પદંશના બનાવો સતત બનતા રહેતા હોય છે છેલ્લા 6 માસ દરમિયાન ધરમપુરમાં સર્પદંશની સારવાર આપતી સાંઇનાથ હોસ્પિટલમાં સર્પદંશના કુલ 607 કેસ આવ્યા હતા આ કેસો પૈકી 3 દર્દીઓના મોત નિપજ્યા હતા જેમાં બે ના મોત કોમન ક્રેટ(કાળોતરો) અને એકનું મોત રસલ્સ વાઇપર(કામળિયો) સાપ કરડવાના કારણે થયા હતા જ્યારે અન્યના જીવ બચી ગયા હતા.
ધરમપુરમાં સર્પદંશની ઘટના બાદ સાપને પકડવાની પણ એક મોટી ચેલેંજ હોય છે કેટલાક કિસ્સામાં લોકો તેમને મારી નાખતા હોય છે, પરંતુ તેમને બચાવવાનું બીડું એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઇના ધરમપુર શાખા દ્વારા લેવાઇ છે જેમના કાર્યકર મુકેશભાઈ વાયાડ ને તેની જાણ થતાં તેઓ કોઇ પણ પ્રકારના સાપો પકડવા પહોંચી જતા હોય છે અને તેને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડી દેતા હોય છે તાજેતરમાં જ છેલ્લા બે દિવસમાં ત્રણ સર્પદંશના કેસ સામે આવ્યા છે જેમાં બે મહિલા અને એક યુવકને ઝેરી સાપ કરડ્યો છે જેમાં મનોજભાઈ તેમની પથારીએ સુતેલા હતા તે દરમિયાન તેમને સાપ કરડી ગયો હતો ઉષાબેન અને રમણીબેનને છાણાં અને લાકડા લેતી વેળાએ શિકારની શોધમાં બેસેલા ઝેરી સાપ કરડી ગયો હતો તેઓને તાત્કાલિક સાઈનાથ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા હોસ્પિટલના ડો.ડી.સી.પટેલે આ કેસ ને ગંભીરતાથી લઈ સારવાર આપી તમામને નવું જીવનદાન આપ્યું હતું

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!