ગુજરાત એલર્ટ । વલસાડ
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે પણ સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે વલસાડ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર તથા વાપીના દેગામ સ્થિત મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની મૂકબધિર વિદ્યાલય દ્વારા જિલ્લા કક્ષાના સ્પે. ખેલમહાકુંભ સ્પર્ધાનું આયોજન તા.૦૯/૦૩/૨૦૨૪ શનિવારના રોજ કરવામાં આવ્યું છે. જેમાં એથ્લેટિકસ રમતમાં ૧૬ વર્ષથી નીચેના ભાઈઓ-બહેનો તથા ૧૬ વર્ષથી ઉપરના ભાઈઓ-બહેનો માટે ૧૦૦ મીટર તથા ૨૦૦ મીટર દોડ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવનાર તમામ સ્પર્ધકોને રાધા માધવ. ઈકો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મુ. દેગામ,પો કરાયા તા.વાપી. જિ. વલસાડ ખાતે સવારે ૯:૩૦ કલાકે સ્પર્ધા સ્થળે ઉપસ્થિત રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
વાપીમાં જિલ્લા કક્ષાની સ્પે. ખેલમહાકુંભ સ્પર્ધા યોજાશે
