ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા “સ્વરછતા હી સેવા” કેમ્પેઇન હેઠળ સ્વૈછિક શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત તા: ૧૭/૧૦/૨૦૨૩ ના રોજ વલસાડ તાલુકાના ઉંટડી ગામે સ્વાતંત્ર્ય સેનાની વિરશ્રી છત્રસિંહ લાલજી ઉટેકર સાહેબની પ્રતિમા પાસે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, ગુજરાત સરકારના દક્ષિણ ગુજરાત ઝોનના ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈ ગામના સરપંચ કિરણભાઈ પટેલ, ઊંટડી ગામના ઉપ- સરપંચ આકિનભાઈ દેસાઈ, ગામ પંચાયત સભ્ય વૈભવ પટેલ અને ગ્રામજનો તેમજ જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત મિશન- (ગ્રા) યોજનાના જિલ્લા કો-ઓર્ડીનેટર, સોલીડ, લિક્વીડ વેસ્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ અને ઇજનેર સુપરવાઇઝર તેમજ તાલુકા કક્ષાના કલસ્ટર કો-ઓર્ડીનેટર, વગેરે કર્મચારીઓની આગેવાની હેઠળ સાપ્તાહિક કાર્યક્રમ અંતર્ગત સાફ-સફાઇ કરવામાં આવી હતી. આ સિવાય ગ્રામ પંચાયત, જાહેર જગ્યાઓ, ધાર્મિક સ્થળો, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો જેવી જાહેર જગ્યાઓની સાફ-સફાઇ કરવામાં આવી હતી.
વલસાડના ઉંટડી ગામમાં યુવક બોર્ડ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ, સ્વાતંત્ર્ય સેનાની પ્રતિમા સાફ કરાઈ
