વલસાડની મેરેથોનમાં 42 કિમી કેટેગરીમાં અતુલ કંપનીનાં કર્મચારી પ્રથમ ક્રમે વિજેતા

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ રેસર્સ ગૃપ દ્વારા ૧૦ મી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ કીલોમીટર, ૨૧ કીલોમીટર અને ૪૨ કીલોમીટરની દોડમાં ૧૨૦૦ થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.આ મેરેથોનમાં અતુલ કંપનીમાંથી ૨૫ સ્પર્ધકોએ અલગ અલગ કેટેગરીમાં ભાગ લઈને શારીરિક ફિટનેસ અંગે જાગૃતતા દર્શાવી હતી. જેમાં કંપનીના મહિલા સત્યંવદા અમીત રાવત ૪૨ કીલોમીટરની કેટેગરીમાં પ્રથમ સ્થાન પર વિજેતા જાહેર થયા હતાં. વલસાડ તીથલ બીચથી શરૂ થયેલ આ મેરેથોનમાં વલસાડ એસ.પી ડો. કરણરાજ વાઘેલા અને એમની ટીમ હાજર રહ્યા હતા. ઉપરાંત સેલવાસનાં કલેક્ટર પણ મેરેથોનમાં હાજર રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!